Asim Arun Joins BJP: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય ગતિવિઘિ તેજ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના સિંઘમ ગણાતા આઈપીએસ અધિકારી અસીમ અરૂણ કમિશ્નર પદ છોડી ભાજપમાં સામેલ થયા છે. યોગી આદિત્યનાથે તેમને સામેથી આમંત્રણ આપ્યું છે. તેમને અનુરાગ ઠાકુર અને સ્વતંત્ર દેવે ભાજપનું સભ્યપદ આપ્યું હતું.


ભાજપમાં સામેલ થયા બાદ અસીમ અરૂણે કહ્યું, ભાજપની નીતિને જોઈ હું તેમાં સામેલ થયો છું. દલિતો, વંચિતો અને પછાતોને અન્યાય નહીં થાય. પહેલા ગુંડાઓને છોડવા માટે નેતા ફોન કરતા હતા. જે બાદ સ્વતંત્ર દેવે કહ્યું, અસીમ અરૂણની છબિ ઈમાનદાર છે. અનરાગ ઠાકુરે કહ્યું, સપામાં દંગા કરનારા સામેલ થાય છે જ્યારે ભાજપમાં દંગાને રોકવાવાળા આવે છે. સપાના એક ઉમેદવાર જેલમાં છે તો એક જામીન પર છે. બીજેપી અને સપામાં આ ફરક છે.




દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ગઈકાલે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. ચર્ચાઓથી વિપરીત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી જ ચૂંટણી લડશે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સિરાધૂ સીટથી લડશે. ભાજપે પ્રથમ લિસ્ટમાં 20 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે.


ભાજપે 107 ઉમેદવારોની યાદી જાહેર  કરી છે. જેમાંથી 83 સીટિંગ ધારાસભ્યો હતા. 20 ધારાસભ્યોની ટિકિટ કરવામાં આવી છે.  દિલ્હીમાં મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે માત્ર થોડા જ ધારાસભ્યોને ફરીથી ટિકિટ મળશે. યોગી સરકારમાં સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ, ધરમ સિંહ સૈની સહિતના મંત્રીઓ અને તેમના સમર્થકો ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ