નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં 20થી 25 બાળકોને બંધક બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ બાળકોને છોડાવવા માટે પોલીસનું ઓપરેશન ચાલુ છે. એસપી કક્ષાના અધિકારીઓ આ જગ્યા પર હાજર છે. સુભાષ વાથમ નામના શખ્સે આ બાળકોને જન્મદિવસના બહાને બોલાવ્યા અને તેમને બંધક બનાવ્યા છે. આ ઘટના કોતવાલી મોહમ્દાબાદના ગામ કર્તિયાની છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે.




બાળકોના માતા-પિતા ખૂબ રડી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાંથી પોલીસ બોલાવવામાં આવી છે. ફરૂખાબાદમાં એટીએસની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. સુભાષ વાથમ માંગ કરી રહ્યો છે કે તેની સામે જેટલા પણ કેસ છે તેને હટાવવામાં આવે. સુભાષે ગોળી પણ ચલાવી તેમા એક વ્યક્તિ ઘાયલ થયો છે. એક વ્યક્તિ સુભાષને મનાવવા ગયો હતો આ દરમિયાન તેણે તેના પગ પર ગોળી ચલાવી હતી. એક પોલીસ જવાન પણ ઘાયલ થયાના રિપોર્ટ્સ છે.