UP News:  ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રયાગરાજથી 50 કિમી દૂર મેજામાં એક પત્નીએ કોન્સ્ટેબલ બનતાં જ પતિને તરછોડી દીધો હતો. મળતી વિગત પ્રમાણે, રવિન્દ્ર કુમાર ખાનગી નોકરી કરે છે. તેની પત્ની રેશમા ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ છે. રવિન્દ્રના કહેવા મુજબ તેણે જમીન વેચીને પત્નીને ભણાવી, જ્યારે તેને સરકારી નોકરી મળી તેના થોડા સમયમાં જ અંતર વધારવા લાગી.


2017માં થયા હતા લગ્ન


પ્રયાગરાજના મેજા ગામમાં રહેત રવિન્દ્ર કુમારના 2017માં લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હત. રવિન્દ્ર ઘરથી દૂર રહીને ખાનગી નોકરી કરતો હતો. જ્યારે પત્ની ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. રેશમાની પસંદગી યુપી પોલીસમાં થતાં જ બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવવા લાગી.


પત્નીને ભણાવવા જમીન પણ વેચી દીધી


પતિના કહેવા મુજબ, તેણે પત્નીના અભ્યાસ માટે તમામ મદદ કરી. અભ્યાસ અને તાલીમમાં કોઈ અડચણ ન આવે તે મટે તેણે જમીન પણ વેચી દીધી. તેની કોન્સ્ટેબલ તરીકે પસંદગી થતાં જ સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. તેણે એમ પણ કહ્યું કે, પત્નીની પસંદગી બાદ પણ તે તેની સેવા કરતો રહ્યો.




અમે તેને વહુ નહીં દીકરી માનતા હતાઃ યુવકની માતા


રવિન્દ્ર પર તેની પત્નીએ પણ આરોપ લગાવ્યા.આ આરોપને ખોટા ગણાવતાં કહ્યું0 હું ન્યાય મેળવવા માંગુ છું. મારી પત્ની જો મારી પાસે પરત આવશે તો હું બધું ભૂલીને ફરી તેને અપનાવીશ. રવિન્દ્રની માતાએ કહ્યું, અમે તેને વહુ નહીં દીકરી માનતા હતા. વિચાર્યું હતું કે તે અમારો સહારો બનશે, પણ તેણે અમે કલ્પના પણ નહોતી કરી તેવું કર્યું. રેશમાની બહેન અને જીજા પરિવારને એક થવા નહોતા દેતા.


કોન્સ્ટેબલ રેશ્માએ શું કહ્યું


કોન્સ્ટેબલ રેશમાએ કહ્યું, પતિ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે. પતિએ અનેક વખત તેને ફટકારી હતી પરંતુ લોકલાજના કારણે તે આજદિન સુધી ચૂપ રહી હતી. ગમે તેવો હતો તે મારો પતિ હતો.           


આ પણ વાંચોઃ


આ જાણીતા મહાદેવ મંદિરમાં ભક્તો માટે લાગુ થયો ડ્રેસ કોડ, જાણો વિગત


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial