લખનઉ: બીએસપી સુપ્રીમો માયાવતી વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ કરનાર બીજેપીના પૂર્વ નેતા દયાશંકર વિરૂદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજેપીના યૂપીના પૂર્વ ઉપાધ્યક્ષ દયાશંકર વિરુદ્ધ લખનઉના સીજેએમ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. કોર્ટે કુર્કી કરવાનો પણ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે દયાશંકરે બસપા સુપ્રીમો માયાવતી વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના પછી બસપાઈઓએ દયાશંકરની પત્ની અને પુત્રીને રજૂ કરવા સૂત્રોચ્ચાર કર્યો હતો.

બસપા તરફથી ફરિયાદ કર્યા પછી કોર્ટે આ નિર્ણય લીધો હતો.