પ્રયાગરાજઃ સંગમ નગરી પ્રયાગરાજમાં ભેળસેળયુક્ત ભાંગ બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે દરોડા પાડીને 100 ક્વિંટલથી વધારે ભાંગનો જથ્થો ઝડપ્યો હતો. ભાગમાં સડેલા ખજૂર સહિત અન્ય સામગ્રીનો ઉપયોગ કરાતો હતો. એટલું જ નહીં ખરાબ રીતે તૈયાર કરવામાં આવતી હતી. ભેળસેળયુક્ત ભાંગથી લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે ચેડાં કરવામાં આવતા હતા. જપ્ત કરવામાં આવેલી ભાંગની કિંમત આશરે 60 લાખ રૂપિયા છે.
આ ઉપરાંત કોપીરાઇટના નિયમોનું ઉલ્લંઘન કરીને જાણીતી કંપનીના નામે પાઉચમાં પેક કરી વેચવામાં આવતા હતા. છેલ્લા એક વર્ષથી નકલી ભાંગનો કારોબાર ધમધમતો હતો. પોલીસને આની પાછળ કોઈ મોટુ રેકેટ હોવાની પણ આશંકા છે. ફેકટરી સંચાલકે દેખાડવા માટે નાના કામનું લાયસન્સ લીધું હતું. જેની આડમાં તે ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હતો. ઉપરાંત બીજી બ્રાંડની ભાંગના રેપર પર આયુર્વેદિક ઔષધિ લખીને વેચતો હતો. આ રીતે દવાના નામ પર નશાનો વેપલો કરવામાં આવતો હતો.
પોલીસને રૂમમાંથી સડેલો ખજૂર મળી આવ્યો હતો. આ ઉપરાંત નફો કમાવવા ભૂસાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભાંગની ગોળી બનાવવા માટે જે શીરો તૈયાર કરવામાં આવતો હતો ત્યાં ઉભા પણ ન રહી શકાય તેટલી ગંદકી હતી. પ્રારંભિક પૂછપરછમાં સંચાલકે તૈયાર કરવામાં આવતી ભાંગને મોટી મોટી દુકાનોમાં સપ્લાઇ કરતો હોવાનું જણાવ્યું હતું.
ફેક્ટરીમાંથી પકડાઈ 100 ક્વિન્ટલથી વધારે ભેળસેળયુક્ત ભાંગ, દવાના નામે વેચવામાં આવતો હતો નશાનો સામાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 01:46 PM (IST)
છેલ્લા એક વર્ષથી નકલી ભાંગનો કારોબાર ધમધમતો હતો. પોલીસને આની પાછળ કોઈ મોટુ રેકેટ હોવાની પણ આશંકા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -