ગ્રામ પ્રધાને 2 વર્ષ પહેલા 90 વીઘા જમીન ખરીદી હતી. બુધવારે ગ્રામ પ્રધાન તેના સમર્થકો સાથે જમીન પર કબજો કરવા પહોંચ્યો હતો. ગ્રામીણોએ જમીનના કબજા પર વિરોધ દર્શાવ્યા બાદ પ્રધાન પક્ષને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 9 લોકોના મોત થયા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. વધુ તંગદિલી ન ફેલાય માટે તે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની વિસ્તૃત જાણકારી માંગીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોને તાત્કાલિક મેડિકલ સહાય આપવાનો આદેશ આપ્યો છે. યોગીએ યુપીના ડીજીપીને આ મુદ્દા પર વ્યક્તિગત નજર રાખવા અને ઘટનાની તપાસ કરાવવા આદેશ આપ્યો છે.
હેલ્મેટ વગર સ્કૂટી પર નશામાં જતું હતું કપલ, પોલીસે રોક્યા તો યુવતી કરવા લાગી ગાળા-ગાળી, જુઓ વીડિયો
વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક, જાણો કોણ કોણ છે દાવેદાર