નવી દિલ્લીઃ જમ્મુ-કાશ્મીરના ઉરી સક્ટરમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકવાદી હૂમલાના જવાબમાં કડક કાર્યવાહીની વધતી જતી માંગ વચ્ચે સરકારે આજે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલામાં સરકારનું અને સેનાનું સ્ટેન્ડ એક હશે. નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારો સાથેની વાતચીતમાં ઉરી આતંકવાદી હૂમલા પર પ્રતિક્રિયા પુછવામાં આવતા કહ્યું કે, સરકારનું વલણ પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવ્યું છે. આ હૂમલા પર સેનાએ જે કહ્યુ છે તે જ સરકારનું વલણ છે. આ મામલે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પણ પોતાની વાત રાખી છે.


કેબિનેટની સુરક્ષા મામલાની સમિતિમાં ઉરી હૂમલા પર થયેલી ચર્ચા વિશે પુછવામાં આવેલા સવાલને અરૂણ જેટલીએ ટાળી દેતા કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. રવિવારે આતંકવાદીઓ દ્વારા સેના કેમ્પ પર હૂમલો કરવામાં આવ્યો હતો જેમા 18 જવાનો શહિદ થયા હતા. અને 25થી વધુ સેનિકો ઘાયલ થયા હતા. ત્યારે સમગ્ર દેશમાંથી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવહી કરવાની માંગ ઝડપી બની છે.