નવી દિલ્લી: ઉરી આતંકી હુમલા પછી બનેલી પરિસ્થિતિને લઈને બુધવારે કેબિનેટ કમેટી ઑન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠક બોલાવી છે. જેમાં પાકિસ્તાનને કેવી રીતે ઘેરી શકાય તેના પણ રણનીતિ બનાવી હતી. સૂત્રોના મતે, આ બેઠકમાં પીએમ મોદીએ એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે આતંકીઓ વિરુદ્ધ કોઈ પણ જાતની નિર્બળતા રાખવામાં આવશે નહીં. વડાપ્રધાને પોતાના ચાર ટૉપ મંત્રીઓને મળવા માટે બુધવારે સાંજે 6 વાગે બોલાવ્યા છે.
આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સિવાય, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, રક્ષામંત્રી મનોહર પર્રિકર, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સુરક્ષા દળોએ ઉરી હુમલા પછી વળતો જવાબ આપવા જે-જે કદમ ઉઠાવ્યા છે તેના વિશે વડાપ્રધાનને આ જાણકારી વિસ્તારથી આપવામાં આવી હતી.
બેઠકમાં સેનાને સરકાર તરફથી એકવાર ફરીથી લીલી ઝંડી આપવામાં આવી હતી કે બૉર્ડર અને એલઓસીની આસપાસ જવાબી મૂંહતોડ જવાબ આપવાની કાર્યવાહી ચાલુ રહેશે. સીસીએમમાં એલઓસીની આસપાસ સેનાની મુવમેંટ અને કાર્યવાહી સાથે જોડાયેલા આંકડા પણ પીએમ સામે રજૂ કરવામાં આવ્યા હતા.