ABP News Election Exit Poll: છત્તીસગઢમાં કોણ મારશે બાજી? જાણો કોને કેટલી મળશે બેઠકો?
abpasmita.in
Updated at:
07 Dec 2018 07:07 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ રાજસ્થાન, તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ અગાઉ એક્ઝિટ પોલ જાહેર કરવામા આવ્યા છે. એબીપી ન્યૂઝ-લોકનીતિ સીએસડીએસના એક્ઝિટ પોલ અનુસાર, છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમનસિંહ ફરીવાર સરકાર બનાવી શકે છે. ભાજપ ફરીવાર પૂર્ણ બહુમતથી સરકાર બનાવી શકે છે. નોંધનીય છે કે છત્તીસગઢમાં તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11 ડિસેમ્બરના રોજ જાહેર કરાશે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 76 ટકાથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એક્ઝિટ પોલ અનુસાર, 90 બેઠકો ધરાવતી છત્તીસગઢ વિધાનસભામાં ભાજપને 52 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે કોગ્રેસ 35 બેઠકો જીતી શકે તેવી સંભાવના છે. કોગ્રેસ છેલ્લી વિધાનસભા ચૂંટણી કરતા સારુ પ્રદર્શન કરે તેવી શક્યતા છે. જ્યારે જનતા કોગ્રેસ છત્તીસગઢ અને બીએસપીના ગઠબંધનને 3 બેઠકો મળે તેવી સંભાવના છે.
એક્ઝિટ પોલીના પરિણામોને 2013ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સરખામણી કરવામાં આવે તો બેઠકો મામલે કોગ્રેસ અને ભાજપને કોઇ નુકસાન થઇ રહ્યું છે ના કોઇને ફાયદો થઇ રહ્યો છે. 2013માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 49 અને કોગ્રેસને 39 બેઠકો જીતી હતી. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. 12 અને 20 નવેમ્બરના રોજ છત્તીસગઢમાં મત નાખવામાં આવ્યા હતા. હાલમાં છત્તીસગઢમાં ભાજપની સરકાર છે અને રમનસિંહ મુખ્યમંત્રી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -