નવી દિલ્હી: અમેરિકાની બાયોફાર્માસ્યૂટિકલ કંપની ગિલિયડ સાયન્સિસ દ્વારા મોકલવામાં આવી રેહેલી રેમડેસિવિરીનો 2500 ડોઝનો ત્રીજો જથ્થો ભારત પહોંચી ગયો છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
તરનજીત સિંહ સંધૂએ જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી કુલ 1,80,000 ડોઝ પહોંચી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, તેના બાદ પણ મદદ ચાલું રહેશે. તેમણે ગિલિયન્ડ સાયન્સિઝનો આભાર માન્ય.
આ અગાઉ યુ.એસ.ના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું હતું કે, બાયડેન પ્રશાસન ભારતની મદદ કરવા માટે કટિબદ્ધ છે કારણ કે અમેરિકાનું ભારતનું કલ્યાણ મહત્ત્વનું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડને પીએમ મોદી સાથે સોમવારે (26 એપ્રિલ) મદદની વાત કરી હતી અને 30 એપ્રિલ સુધીમાં યુએસએના સૈન્ય અને નાગરિકો જમીન પર રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, બાઈડન-હેરિસ પ્રશાસનને કોવિડ -19 મહામારીને પહોંચી વળવા ભારત માટે 10 કરોડ ડૉલર સહાયની જાહેરાત કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ -19 સહાયથી ભરેલા 6 વિમાન અમેરિકાથી ભારત આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 18 લાખ 92 હજાર 676
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446
કુલ મોત - 2 લાખ 38 હજાર 270
છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 73 લાખ 46 હજાર 544 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.