તાજમહેલ નિહાળ્યા બાદ દિલ્હી પહોંચ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2020 03:52 PM (IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ હવે અમદાવાદથી આગ્રા પહોંચ્યા હતા. અહીં ડોનાલ્ડ ટ્ર્મ્પ પરિવાર સાથે તાજમહલ નિહાળશે.
આગ્રાઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ આગ્રામાં તાજમહેલ નિહાળ્યા બાદ દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેમની સાથે ઇવાન્કા ટ્રમ્પ પણ છે. તેમની સાથે દિકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જૈરેડ કુશનર પણ હાજર છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની આઠ અજાયબીમાં સ્થાન પામતાં તાજમહેલની મુલાકાત લીધી હતી. ઉપરાંત ત્યાં તસવીરો પણ પડાવી હતી. જે બાદ તેમણે વિઝિટર બુકમાં મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું, “તાજમહેલ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સુંદરતાની નિશાની છે! આભાર, ભારત. ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને જમાઈ ઝૈરેડ કુશનરે પણ તાજમહેલ નીહાળ્યો હતો અને ત્યાં યાદગાર તસવીર પડાવી હતી.