ટ્રમ્પની પત્ની પણ આવશે સાથે
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશને જણાવ્યું કે, ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે ભારત આવશે. 24 અને 25 દિવસના બે દિવસના પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને અમદાવાદ જશે. ગુજરાત ભારતના વડાપ્રધાનનું ગૃહ રાજ્ય છે અને અમદાવાદ મહાત્મા ગાંધી અને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
ગ્રિશમે કહ્યું, થોડા દિવસ પહેલા ફોન પર ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા તથા અમેરિકન-ભારતીય લોકો વચ્ચે સંબંધો મજબૂત કરવા આ યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી.
ગત વર્ષે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમમાં બંને નેતાઓ એક સાથે મંચ પર આવ્યા હતા, જેમાં 50,000થી વધારે અમેરિકન-ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
ન્યૂઝીલેન્ડે T-20 સીરિઝનો હિસાબ કર્યો સરભર, વન ડે શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશના આ રહ્યા કારણો