પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીની 2 દિવસની મુલાકાતે છે. તેમણે G-7 સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ વિશ્વના ઘણા નેતાઓને મળ્યા હતા. PM મોદીએ G7 સમિટ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગ્રુપ ફોટો પહેલા જો બાઈડેન પોતે પીએમ મોદી પાસે જઈને તેમનું અભિવાદન કરે છે. આ દરમિયાન પીએમ મોદી પણ તેમની સાથે મુલાકાત કરે છે.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે G-7 સમિટમાં PM મોદીનું સ્વાગત કર્યું. સમિટની શરૂઆત પહેલા મોદીએ બાઈડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે હાથ મિલાવ્યા હતા. ગ્રુપ ફોટો માટે તમામ આગેવાનો એકઠા થયા હતા. આ કોન્ફરન્સને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે હું આજે G7 સમિટમાં ભાગ લઈશ, જેમાં અમે વિવિધ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા છે. પીએમ મોદી G-7 દેશોના પ્રમુખો, G-7ના ભાગીદાર દેશ અને અતિથિ આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓ સાથે દેખાયા હતા.
જર્મનીમાં જી7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ ખુબ જ ઉત્સાહ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે મુલાકાત કરી હતી. જી-7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે પણ મુલાકાત કરી હતી. જર્મનીમાં પીએમ મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં (Emmanuel Macron) સાથે ઉત્સાહપુર્વક મળ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ (Olaf Scholz) સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં ગઈકાલે જર્મનીના મ્યુનિખમાં પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું પ્રવાસી ભારતીયોએ મોટી સંખ્યામાં હાજર રહીને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
ભારત ઉપરાંત G-7 સમિટના યજમાન જર્મનીએ આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ અને દક્ષિણ આફ્રિકાને પણ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે.