નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે. તેઓએ બુધવારે વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. માઈક પોમ્પિયોએ ભારત અને અમેરિકાના સંબધો વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પોમ્પિયોએ જયશંકર સાથેની મુલાકાતમાં ભારતની રશિયા સાથે S-400 મિસાઈલ સિસ્ટમ ડીલ અને અન્ય રક્ષા ડીલ પર વાતચીત કરી.


પીએમ મોદીએ કહ્યું “ભારત-અમેરિકાની સાથે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. અમે દ્વિપક્ષીય સંબંધોથી વેપાર, અર્થવ્યવસ્થા, ઉર્જા અને રક્ષા મજબૂત કરવા માગીએ છીએ.” આ અંગે પોમ્પિયોએ વિશ્વાસ અપાવ્યો કે અમેરિકા પણ ભારતની સાથે મળીને કામ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

બંને વિદેશ મંત્રીઓએ વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારતે માસ્કો પાસેથી S 400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા મામલેના સવાલના જવાબમાં એસ જયશંકરે કહ્યું કે ભારતના અનેક દેશો સાથે સંબંધ છે. તેનો એક ઈતિહાસ છે. અમે તે જ કરીશું જે અમારા દેશના હિતમાં હશે અને અમારા બીજા દેશો સાથેના રાષ્ટ્રીય હિતોને પણ સમજવા અને તેનો આદર વ્યુહાત્મક ભાગદારીનો ભાગ છે.

માઈક પોમ્પિયોએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે અમેરિકા-ભારતની ભાગીદારી પહેલેથી જ નવી ઊંચાઈઓ પર પહોંચવાની શરુઆત કરી રહ્યાં છે. ભારત સાથેના સંબંધોને લઈને પોમ્પિયોએ કહ્યું કે અમે એક-બીજાને માત્ર દ્વીપક્ષીય ભાગીદારી તરીકે જ નથી જોતાં. પરંતુ તેનાથી પણ મોટા છે. જેથી અમે દુનિયાભરમાં એકબીજાની મદદ કરી શકીએ.

એસ જયશંકરે કહ્યું કે અમે આતંકવાદ પર અનેક દ્વીપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી, મે ટ્રંપ પ્રશાસનથી મળેલા મજબૂત સમર્થન માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરી. એસ જયશંકરે કહ્યું અમે સરહદ પર આતંકવાદ મુદ્દે ઝીરો ટૉલરેન્સની નીતિ ઈચ્છિએ છે.

માઈક પોમ્પિયોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પોમ્પિયઓએ H1-B વિઝા અને રશિયાથી ભારતના S-400 મિસાઈલ સોદા સહિત બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર અંગે પણ ચર્ચા કરી હતી.
2017 રાજ્યસભાની ચૂંટણીનો મામલો, અહમદ પટેલે કરેલી બંન્ને અરજી પર સુનાવણી