નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયા 30 જૂને ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. હાલ ટીમ ઈન્ડિયા બ્લૂ કલરની જર્સી પહેરે છે. વર્લ્ડકપ 2019માં યજમાન ઈંગ્લેન્ડ પણ બ્લૂ જર્સી પહેરીને રમી રહી છે અને હોસ્ટ હોવાના કારણે જૂની જર્સી જાળવી રાખવાનો અધિકાર છે. આઈસીસીના નિયમ પ્રમાણે જે મેચોનું પ્રસારણ ટીવી પર થશે તેમાં બંને ટીમો એક જેવી જર્સી પહેરીને રમી શકે નહીં. આ મામલે આઈસીસીનું નિવેદન પણ સામે આવ્યું છે.


આઈસીસીએ કહ્યું કે, બીસીસીઆઈએ રંગ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેમને જે સારો લાગ્યો તે પસંદ કર્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સીની ડિઝાઇન જૂની ટી20 જર્સીમાંથી લેવામાં આવી છે, જેનો કલર ઓરેન્જ હતો.


કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનું ભગવાકરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરંગાનું અપમાન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના MLA એમએ ખાને ટીમ ઈન્ડિયાની નવી વૈકલ્પિક જર્સી અંગે જણાવ્યું કે, આ સરકાર છેલ્લા એક વર્ષથી દરેક ચીજને અલગ નજરથી બતાવવાની કોશિશ કરી રહી છે. આ સરકાર દેશને ભગવાકરણ તરફ લઈ જવાનું કામ કરી રહી છે.


શરાબ માફિયાએ પોલીસને ફટકાર્યો, કપડાં પણ ફાડી નાંખ્યા, જુઓ વીડિયો

વર્લ્ડકપ 2019 INDvWI: શમી કે ભુવનેશ્વર? સચિને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત

વર્લ્ડકપ 2019 NZvPAK સ્કોર જાણવા અહીં કરો ક્લિક