ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશ પોલીસ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તે 2019થી જેલમાં છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MPMLA કોર્ટનો નિર્ણય મંગળવારે આવવાનો છે. આ કેસમાં અતીક અને તેના ભાઈ અશરફ સહિત 11 આરોપી છે. આ દરમિયાન માફિયા અતીક અહેમદ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. યુપી પોલીસે ઉમેશ પાલ મર્ડર કેસમાં પણ અતીક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ફુલ પ્રૂફ પ્લાન તૈયાર કરી લીધો છે.

માહિતી મુજબ, મંગળવારે કોર્ટમાં હાજર થયા બાદ યુપી પોલીસ અતીકને સાબરમતી જેલમાં પરત મોકલવા માંગતી નથી. માટે જ ઉત્તર પ્રદેસ પોલીસે મોટી યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. યુપી પોલીસ તાજેતરમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીકની પૂછપરછ કરવા માંગે છે. આ સંબંધમાં પોલીસે પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં પોલીસ ઈચ્છે છે કે, ઉમેશ પાલ હત્યા કેસમાં કોર્ટ માફિયા અતીકની પૂછપરછ કરવામાં આવે. આ સંબંધમાં પોલીસે પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં પૂછપરછ અંગે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. આ અરજી પર આજે જ CJM કોર્ટમાં સુનાવણી થવાની છે. પોલીસે અરજીમાં એમ પણ કહ્યું છે કે, માફિયા અતીક સામે મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે તેથી તેની પૂછપરછ કરવી જરૂરી છે.

અતીકને 2019માં સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો

જાહેર છે કે, સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અતીક અહેમદ જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. તે ફુલપુરથી સાંસદ પણ રહી ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર તેને યુપી જેલમાંથી ખસેડવામાં આવ્યો હતો. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે અતીકને ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. હકીકતમાં અતીક જે તે સમયે દેવરિયા જેલમાં બંધ હતો. તેના પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ કરી અને તેના પર હુમલો કરવાનો આરોપ હતો.

'ટ્રાન્ઝીટ રિમાન્ડના બહાને ખેલ ખતમ કરવાનો કારસો'

અતીક અહેમદે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ પોલીસ તેને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવા માટે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ અને પોલીસ રિમાન્ડની માંગણી કરી રહી છે. અતીકે ડર સાથે આગળ કહ્યું હતું કે, તેને ખરેખર આશંકા છે કે આ ટ્રાન્ઝિટ પીરિયડ દરમિયાન તેની હત્યા કરવામાં આવી શકે છે.

'કોર્ટમાં હાજર થયા બાદ પરત જેલમાં મોકલી દેવાશે'

આ પહેલા યુપી પોલીસની એક ટીમ રવિવારે ગુજરાતના અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલ અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવા માટે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અતીક ઉમેશ પાલના અપહરણ કેસમાં આરોપી છે. આ કેસમાં અતીકને 28 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું હતું કે, પ્રયાગરાજની કોર્ટમાં આ કેસમાં આદેશ પસાર કરવો પડશે. તમામ આરોપીઓને ચુકાદાની તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને જેલમાં મોકલી દેવામાં આવશે.