ઘટનાની જાણ થયા બાદ પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમની સાથે ડીએમ અને એસપી પણ પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનના પ્રભારી અજય રાવતે જણાવ્યું કે, ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગેસ લિક થવાના કારણે કોઈ પણ વ્યક્તિ ફેક્ટરી સુધી પહોંચી શકતું નથી. સ્વાસ્થ વિભાગ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે. ગેસની અસરના કારણે આસપાસના 5 કૂતરાઓ સહિતના પ્રાણીઓ મોતને ભેટ્યાં છે. જ્યારે ગેસ લિકના કારણે આસપાસના લોકોમાં ભય છે.