લખનઉ: ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેણે ખુદ ટ્ટીટ કરીને આ અંગે જાણકારી આપી છે.


કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, કોરોના સંક્રમણના શરુઆતના લક્ષણો દેખાયા બાદ મે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપ સૌને નિવેદન છે કે, છેલ્લા કેટલાક સમયથી દે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેઓ તમામ ટેસ્ટ કરાવે અને કોવિડના નિયમોનું પાલન કરે.



ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના નવા 3946 કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,06,995 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 3,51,966 લોકો સાજા થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રાજ્યમાં રિકવરી રેટ 86.47 ટકા છે.