લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત બગડી છે. તેમને લખનઉની PGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટમાં દુઃખાવાની ફરિયાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરિવારના જણાવ્યા મુજબ 79 વર્ષીય મુલાયમ સિંહને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા છે અને તેમણે કોઇ ગંભીર બીમારી હોવાની વાતને ફગાવી દીધી હતી.


મુલાયમ સિંહ હાલ ઉત્તરપ્રદેશના મેનપુરીથી સાંસદ છે. તેઓ 1989થી 1991, 1993થી 1995 અને 2003 થી 2007 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આ ઉપરાંત ત્રીજા મોરચાની સરકાર દરમિયાન તેઓ 1996થી 1998 સુધી કેન્દ્ર સરકારમાં સંરક્ષક મંત્રી રહી ચુક્યા છે.


ગુજરાતમાં કઈ જગ્યાએ પડ્યા કરા, ખેડૂતોની વધી મુશ્કેલી, જાણો વિગત

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠાથી માર્ગો થયા પાણી પાણી, જાણો વિગત

બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 1 વિકેટ લેતાં જ અશ્વિન આ ખાસ ક્લબમાં થઈ જશે સામેલ, જાણો વિગત