લખનઉઃ કોરોનાના વધતા કહરે વચ્ચે ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં 10 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન લગાવી દેવાયું છે. આ પહેલા ઉત્તર પ્રદેશમાં આંશિક કોરોના કર્ફ્યૂ 6 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી વધારવામાં આવ્યું હતું.


ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સૂચના નવનીત સેહગલે જણાવ્યું કે, યૂપી સરકારે 10 મે સુધી સવારે 7 વાગ્યા સુધી આંશિક કોરના કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું હતું. યૂપીમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 25,858 નવા મામલા સામે આવ્યા હતા અને 352 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2,72,568 થઈ છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 13,68,183 થઈ છે. મૃતકોની સખ્યા 13,798 પર પહોંચી છે.


UP સહિત રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.    


એક્ટિવ કેસ 34 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731

  • કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229

  • કુલ મોત - 2 લાખ 26 હજાર 188