FIR Against Priyanka Gandhi Vadra: શાંતિ ભંગ કરવાના આરોપમાં કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi), રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડા (Deepender Singh Hooda) અને ઉત્તર પ્રદેશ કોગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ (Ajay Kumar Lallu) સહિત 11 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. ત્યારબાદ  પ્રિયંકા ગાંધીની ધરપકડ કરાઇ હતી. સીતાપુર જિલ્લાના હરગાંવ પોલીસ સ્ટેશનના એસએચઓએ આ જાણકારી આપી હતી. પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં ધરપકડ કરીને લઇ જવામાં આવ્યા છે. આ ગેસ્ટ હાઉસને અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. જાણકારી અનુસાર પ્રિયંકાને ચાર ઓક્ટોબરના રોજ સવારે સાડા ચાર વાગ્યે ધરપકડ કરી લેવામાં આવી હતી. જાણકારોના મતે  પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કલમ 151, 107 હેઠળ કેસ દાખલ કરવામા આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. સીઆરપીસીની કલમ 116 હેઠળ એસડીએમ મામલાની સુનાવણી કરશે.


સીતાપુરમાં પીએસી ગેસ્ટ હાઉસ બહાર કોગ્રેસના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. અહી પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીને રાખવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી ગઇકાલે લખીમપુર ખીરી જઇ રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરાઇ હતી.


ત્યારબાદ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયાની ઘટનાને લઇને વડાપ્રધાન મોદીને સવાલ કર્યો હતો કે કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને અત્યાર સુધી મંત્રીમંડળમાંથી હાંકી કેમ કાઢવામાં આવ્યા નથી. મંત્રીના પુત્રની ધરપકડ કેમ થઇ નથી. લખીમપુર ખીરીના તિકોનિયા ક્ષેત્રમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળવા જઇ રહ્યા હતા ત્યારે પ્રિયંકાની અટકાયત કરાઇ હતી.


જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત


ઓખા પછી થરા નગર પાલિકામાં પણ ભાજપનો ડંકો વાગ્યો, વોર્ડ નંબર-1માં આખી પેનલ જીતી


પાકિસ્તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે – UNમાં ભારત