નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ સહિત અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ શકે છે. ચૂંટણી આયોગના સુત્રો મુજબ 1 ફેબ્રુઆરીએ કેદ્રીંય બજેટ રજૂ થયા બાદ ગોવા, ઉત્તરાખંડ, પંજાબ, મણિપૂર અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ શરૂ થશે. રેડફ ડૉટ કૉમે ચૂંટણી આયોગના સુત્રોની જાણકારીથી લખ્યૂ છે કે પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં એક જ દિવસે મતદાન યોજાશે, જ્યારે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં સાત ચરણમાં મતદાન યોજાઈ શકે છે. બે વર્ષ પહેલા લોકસભાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશની 80 સીટમાંથી ભાજપાએ 70 સીટ જીતી હતી. હવે તેમની ઈચ્છા સપા પાસેથી સત્તા આચકી 15 વર્ષ બાદ વાપસી કરવાનો હશે. સપામાં હાલ પરિવારવાદ ચરમસીમા પર છે.જેના કારણે સપાને ચૂંટણીઓમાં નુકશાન થઈ શકે છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી ભાજપ અને સપા બંનેને ચેલેંજ આપી શકે છે.


પંજાબમાં બે વખત સરકાર બન્યાબાદ શિરોમણી અકાલીદળ ભાજપાના ગઠબંધનને એક મોર્ચા પર કૉંગ્રેસથી જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી ટક્કર મળી રહી છે. ઉત્તરાખંડમાં કાનૂની લડત લડ્યા બાદ કૉંગ્રેસ વાપસી કર્યા બાદ એન્ટી-ઈંકબન્સી અને ભાજપાનો સામનો કરી રહી છે. ગોવામાં સત્તાધારી ભાજપા બીજા કાર્યકાળની ઉમ્મીદ લઈને બેઠી છે, જ્યારે આપ અને કૉંગ્રેસ પણ પ્રચારમાં લાગ્યા છે.મણિપુરમાં કૉંગ્રેસ સત્તા બચાવવાની કોશિશ કરશે.