લખનઉઃ અયોધ્યામાં આ વર્ષની દિવાળી ખૂબ ખાસ રહેશે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે 500 ડ્રોનની મદદથી એરિયલ ડ્રોન શોનું આયોજન કરવાની યોજના બનાવી છે. સરકારે આ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.


અનેક કંપનીઓ આ ડ્રોન શોને લઇને ઇચ્છુક છે અને ટેન્ડર ભરી રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં આ પ્રકારનું એક પ્રદર્શન થયું હતું. 1824 ડ્રોનની મદદથી શાનદાર શો પ્રસ્તૃત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકાર ડ્રોન શો મારફતે રામાયણની આખી કહાની બતાવવામાં આવશે. પોતાની આ નીતિ માટે સરકાર એવી એજન્સીની શોધ કરી રહી છે જે આ પ્રસ્તાવ પર કામ કરી શકે. આ કામ માટે એજન્સીએ અનેક પ્રકારની યોજનાઓ બનાવવી પડશે.


ઇન્ટરનેશનલ માપદંડોની સાથે આ શોનું પ્રદર્શન કરી શકે. ઇન્ટેલ આ કામને લઇ શકે છે કારણ કે આ કંપનીએ આ પ્રકારના અનેક શો કર્યા છે. તેમની પાસે એન્જનિયર્સ , એનીમેટર્સ અને ફ્લાઇટ ક્રૂની એક ટીમ છે જે આ પ્રકારની યોજના પર કામ કરતી હોય છે. ડ્રોન શોની સાથે સાથે અયોધ્યામાં લેઝર શોની પણ તૈયારી ચાલી રહી છે. આ પ્રકારના અનેક કાર્યક્રમ થશે જે 35 મિનિટ સુધી ચાલશે. 


દેશમાં બે દિવસ બાદ ફરી વધ્યા કોરોના કેસ


દેશમાં બે દિવસ બાદ ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે..  ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ અને 282 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 31,990 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના એક્ટિવ કેસ 187 દિવસ બાદ સૌથી ઓછા છે. 



દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 19,675 નવા કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.



છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ


16 સપ્ટેમ્બરઃ 30,570
17 સપ્ટેમ્બરઃ34,403
18 સપ્ટેમ્બરઃ 35,662
19 સપ્ટેમ્બરઃ30,773
20 સપ્ટેમ્બરઃ 30,256
21 સપ્ટેમ્બરઃ 26,115
22 સપ્ટેમ્બરઃ 26,964
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 63 હજાર 421
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 28 લાખ 15 હજાર 731
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 604
કુલ મોતઃ 4 લાખ 46 હજાર 050