ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રએ જણાવ્યું હતું કે, કંગસાલીમાં 18 વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ બસ ઊંડી ખાઈમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 9 બાળકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગંભીર રીતે ઈજા થયેલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દુર્ઘટનામાં 5 બાળકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને હજુ અન્ય બાળકો ગંભીર છે. ઈજાગ્રસ્ત બાળકોને બૌરાડી સ્થિત ટિહરી જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


ઉત્તરખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ટિહરી દુર્ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને પોતાની શોક સંવેદન વ્યક્ત કરી અને દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ બાળકો એન્જલ પબ્લિક સ્કૂલના છે. જ્યારે દુર્ઘટના બની ત્યારે સ્કૂલની મિની બસમાં લગભગ 18 બાળકો સવાર હતા.