ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદહોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીપી અશોક કુમારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળી આવ્યા છે.
166 લોકો હજુ પણ લાપતા
ઉત્તરાખંડની ઋષિગંગામાં આવેલા બરફના તોફાન અને પાણીના સ્તરમાં થયેલા વધારાને કારણે જનજીવન અને સંપત્તિને મોટું નુકસાન થયું છે. દુર્ઘટના બાદ વહીવટીતંત્ર હજુ પણ ગુમ થયેલા 166 લોકોની શોધખોળ કરી રહ્યાં છે. આ દુર્ઘટનામાં રસ્તા તૂટી જવાના કારણે સરહદી વિસ્તારના 13 ગામોના 360 પરિવારો અસરગ્રસ્ત થયા છે. આ ગામોમાં રાશન કીટ, મેડિકલ ટીમ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ સતત મોકલવામાં આવી રહ્યા છે. ઋષિગંગા નદી પર બનેલા એક અસ્થાયી તળાવમાંથી પાણી આવવાનું શરૂ થયું છે. હવે આ વિસ્તારમાં વધુ એક પૂરનું જોખમ ઓછું થઈ ગયું છે.