ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનમાં મોટો ઝટકો લાગ્યો છે. માલ્યાએ થોડા દિવસો પહેલા લંડન હાઈકોર્ટના પ્રત્યાર્પણના ચૂકાદા સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી માંગી હતી. માલ્યાની અરજી યુકે હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિજય માલ્યા પાસે હવે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એવામાં હવે માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરાય તેવી શક્યતા છે.


આજે જ દારૂના વેપારી વિજય માલ્યાએ સરકારને 100 ટકા દેણુ ચૂકવવાના તેના પ્રસ્તાવને સ્વીકાર કરવાનું કહ્યું હતું. આ સાથે જ તેણે સરકારને તેની સામેના કેસ બંધ કરવાની અપીલ પ કરી. માલ્યાએ હાલમાં જ જાહેર 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ પર ભારત સરકારને શુભેચ્છા આપતા અફસોસ વ્યક્ત કર્યો કે તેના રૂપિયા ચૂકવવાના પ્રસ્તાવને વારંવાર નજર અંદાજ કરવામાં આવ્યો છે.

માલ્યાએ ટ્વિટમાં લખ્યું છે કે કોવિડ-19 રાહત પેકેજ માટે સરકારને શુભેચ્છા, તેઓ જેટલા ઈચ્છે તેટલી કરન્સી છાપી શકે છે. પરંતુ મારા જેવા નાનુ યોગદાન દેનાર જે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 100 ટકા બાકી લોન દેવા ઈચ્છે છે.