Uttarakhand News: ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 32-33 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 27 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યં છે કે, આ તમામ યાત્રીઓ ગુજરાતી છે. ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે.  હાલ ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. સાથે જ બચાવ કાર્ય પણ ચાલુ છે.


સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કહ્યું


 




સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.


 






મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા સોશિયલ સાઈટ 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું, "ગંગનાનીમાં ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહેલી બસના અકસ્માતને કારણે કેટલાક લોકોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. પ્રશાસનને તાત્કાલિક રાહત અને બચાવકાર્ય હાથ ધરવા સાથે, ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવાન મૃત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બધા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.


 






તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ પણ દેહરાદૂનથી ઉત્તરકાશી જઈ રહેલી પરિવહન નિગમની બસને મૌરીમાના પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હતા. બસ મૌરિયાણા પાસે રોડ પરથી ઉતરી અને ઝાડ પર ફસાઈ ગઈ, જેમાં 20 લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. ઉત્તરાખંડ પરિવહન નિગમની સર્વિસ બસ સવારે 5.30 વાગ્યે દેહરાદૂનથી ઉત્તરકાશી જવા રવાના થઈ હતી. આ બસ મુસાફરોથી ભરેલી હતી, જે સમયે આ અકસ્માત થયો તે સમયે બસમાં 20 લોકો હતા. બસે અચાનક કાબુ ગુમાવી દેતાં રોડ પરથી ફંગોળાઈને ઝાડ પર ફસાઈ ગઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.


 






બસ પર પથ્થર પડતાં એક મહિલાનું મોત થયું હતું


આ પહેલા 9 ઓગસ્ટના રોજ યમુનોત્રી રોડના ડાબરકોટ ડેન્જર ઝોનમાં મોટો અકસ્માત થયો હતો. પહાડી પરથી સતત પડી રહેલા પથ્થરના કારણે મહિલા મુસાફરનું મોત થયું હતું, જ્યારે એક યુવક ઘાયલ થયો હતો. હૈદરાબાદની રહેવાસી પાયલ (30) યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહેલી બસ પર પથ્થર પડતા તેનું મોત થયું હતું, જેમાં 17 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. તો બીજી તરફ, મુંબઈનો એક યુવક ક્રિષ્ના ઘાયલ થયો હતો, જેને દહેરાદૂન રિફર કરવામાં આવ્યો હતો. અન્ય મુસાફરને કોઈ ઈજા થઈ ન હતી.