Uttarkashi Tunnel Rescue : ટનલમાંથી બહાર આવ્યા તમામ 41 મજૂર, લાગ્યા ભારત માતા કી જયના નારા
Uttarkashi Tunnel Rescue Live:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરો 17 દિવસ બાદ બહાર આવ્યા છે.
અત્યાર સુધીમાં 10 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ ત્યાં હાજર છે. એકસાથે ચાર મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
બચાવ કામગીરીની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં એક પછી એક કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 2 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે.
ટનલમાં પાઈપ કાપ્યા બાદ અંદર 800 મીમીની પાઈપ નાખતી વખતે થયેલા વાઇબ્રેશનને કારણે ફરીથી કાટમાળ તૂટ્યો હતો. તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કામદારોને બહાર આવતા ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગી શકે છે.
એનડીએમએના સભ્ય સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે ગઈકાલથી 47 મીટરની હોરિજોન્ટલ પ્રોબ ચાલ્યુ છે. તેનાથી મેન્યૂઅલ ખોદાણ કરવામાં આવ્યું છે. તે ઘણું દૂર સુધી પહોંચી ગયું છે, અંદાજે 58 મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. લોકોને અંદર મોકલવામાં આવશે, દરેક વ્યક્તિને બહાર લાવવામાં 3 થી 5 મિનિટનો સમય લાગી શકે છે. મને લાગે છે કે તે આ કામમાં રાત લાગી શકે છે. સમગ્ર ભારત સરકાર અને તેની તમામ એજન્સીઓ, તમામ પ્રકારના લોકો સામેલ છે. 41 મજૂરોને ઋષિકેશ લઈ જવામાં આવશે.
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લખ્યુ હતું કે બાબા બૌખ નાગજીની અસીમ કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા તમામ બચાવદળના કર્મચારીઓના અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે મજૂરોને બહાર કાઢવા માટે ટનલમા પાઇપ નાખવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જલદી તમામ મજૂર ભાઇઓને બહાર કાઢવામાં આવશે.
એનડીઆરએફ અને એસડીઆરએફના એક-એક જવાન અંદર જશે અને બાદમાં મજૂરોને એક-એક કરીને બહાર લાવવામાં આવશે. ત્યારબાદ તેમનુ ચેકઅપ કરવામાં આવશે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી રેટ હોલ માઇનિંગ અને સુરંગની ઉપરથી વર્ટિક ડ્રિલિંગ કરી રહી છે. આશા છે કે કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. બચાવ ટુકડીઓએ કામદારોના પરિવારજનોને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા કામદારોની રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લીધી હતી.
ઉત્તરકાશીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો અંતિમ રાઉન્ડ શરૂ થઇ ગયો છે. હવે 2-3 મીટર ડ્રિલિંગ બાકી છે. આશા છે કે થોડા સમયમાં સારા સમાચાર આવશે. શ્રમિકોને ઝડપથી હોસ્પિટલ લઇ જવા માટે ગ્રીન કોરીડોર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સીએમ પુષ્કર ધામીએ એક્સ પર પોસ્ટ કર્યું કે સિલક્યારા પહોંચ્યા પછી, તેમણે ટનલમાં ચાલી રહેલા બચાવ કાર્યનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. સુરંગમાં ફસાયેલા શ્રમિકોની ખબર-અંતર પૂછવા અને શ્રમિક ભાઈઓના સતત સંપર્કમાં રહેવા તબીબોને સૂચના આપી હતી. બધા કામદારો સ્વસ્થ અને સુરક્ષિત છે. હું બાબા બૌખ નાગજીને પ્રાર્થના કરું છું કે તમામ મજૂર ભાઈઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાનની ઝડપથી સફળતા મળે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ટનકપુર નિવાસી મજૂર પુષ્કર સિંહ એરીના પરિવાર સાથે મુલાકાત કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. પુષ્કર સિંહ એરી સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંના એક છે.
બ્રેકગ્રાઉન્ડ
Uttarkashi Tunnel Rescue Live:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોનો આજે 17મો દિવસ છે. છેલ્લા બે અઠવાડિયાથી નિર્માણાધીન સિલક્યારા-બડકોટ ટનલમાં ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવા માટે રવિવારે ટનલની ઉપરથી વર્ટિકલ 'ડ્રિલિંગ' શરૂ કરવામાં આવી હતી.
વર્ટિકલ ડ્રિલિંગનું કામ 36 મીટર સુધી પહોંચી ગયું છે. દરમિયાન નિષ્ણાતો 'રેટ હોલ માઇનિંગ' ટેકનિકનો ઉપયોગ કરીને કાટમાળને સાફ કરવા માટે સ્થળ પર પહોંચ્યા અને તેમનું કામ શરૂ કર્યું હતું. ઉત્તરાખંડમાં ચારધામ માર્ગ પર બનાવવામાં આવી રહેલી સાડા ચાર કિલોમીટરની ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે ફસાયેલા કામદારોના બહાર આવવાની વધતી જતી રાહ વચ્ચે વર્ટિકલ ડ્રિલિંગ એ પાંચ વિકલ્પોમાંથી એક છે જેના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડ સરકાર દ્વારા બચાવ કામગીરીમાં મદદ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે સિલક્યારામાં મીડિયાને જણાવ્યું કે વહેલી સવાર સુધી કાટમાળની અંદર ફસાયેલા ઓગર મશીનના ભાગોને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે ઓગર મશીનનો કેટલોક ભાગ પાઇપની અંદર ફસાઈ ગયું હતું અને હવે તેને પણ કાઢી નાખવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરતી અમેરિકન ઓગર મશીન તૂટી ગયાના એક દિવસ બાદ વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ટનલમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે અને તેમાં ચાર દિવસનો સમય લાગશે.
મજૂરોના પરિવારજનોને આશા છે કે ટનલની અંદર હાજર તમામ કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. સુરંગનો એક ભાગ તૂટી પડવાને કારણે કુલ 41 કામદારો ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી કોઈને કોઈ કારણસર અવરોધાઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -