Uttarkashi Tunnel Rescue LIVE: ફરી શરૂ થયું રેસ્ક્યૂ ઓપરેશન, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ પહોંચ્યા
Uttarkashi Tunnel Rescue Operation: સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે
સીએમ ધામીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આજે ફોન કરીને ઉત્તરકાશીના સિલક્યારામાં ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનની માહિતી લીધી હતી. તેમણે પીએમ મોદીને કેન્દ્રીય એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને રાજ્ય પ્રશાસન સાથે સંકલન કરીને યુદ્ધના ધોરણે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડા પ્રધાનને સ્થળ પર જ કામદારોની સારવાર અને સંભાળ માટે ડૉક્ટરોની ટીમ, એમ્બ્યુલન્સ, અને અસ્થાયી હોસ્પિટલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વિશે પણ જાણ કરવામાં આવી હતી અને કોઈપણ કટોકટીના કિસ્સામાં AIIMS ઋષિકેશના ડૉક્ટરોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી.
એનડીઆરએફના ડીજી અતુલ કરવાલે જણાવ્યું હતું કે, "એનડીઆરએફ એ તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર છે જે આપણા માર્ગમાં આવી શકે છે. અમે ખાસ સાધનો પણ તૈયાર કર્યા છે જેથી જેમ જેમ રસ્તો ખુલે, અમે શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢી શકીએ."
કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ ઉત્તરકાશી પહોંચી ગયા છે. તેઓ ટનલની અંદર જશે. 54 મીટર પછી આગળની પાઇપ નાખવાની પ્રક્રિયા શરૂ થઇ છે. તેના માટે ટૂંક સમયમાં ઓગર મશીન શરૂ કરવામાં આવશે. આ છેલ્લી પાઇપ હોઈ શકે છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં તૂટી પડેલી સિલક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારોના પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી કે તમામ 41 કામદારોને બચાવવાના પ્રયાસો આજે પૂરા થઈ જશે. "આશા છે કે તેઓ આજે બહાર આવશે. અમે અમારી દિવાળી, છઠ ત્યારે જ ઉજવીશું જ્યારે તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે."
સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને તબીબોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. 15 ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સ્થળ પર 40 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.
ઓક્સિજન સિલિન્ડર, માસ્ક, સ્ટ્રેચરથી લઈને બીપી માપવાના સાધનો સુધીના તમામ તબીબી સહાય મશીનો સિલક્યારા ટનલ સાઇટ પર હાજર છે. NDRF બચાવ કાર્યકરો ગેસ માસ્ક અને સ્ટ્રેચર સાથે અંદર જઈ રહ્યા છે. પાઈપ કાટમાળને પાર કરતાની સાથે જ NDRFના જવાનો પહેલા પાઈપમાં પ્રવેશ કરશે અને કામદારો તરફ જશે. અહીં 12 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ સ્ટાફ મેમ્બર હરીશ પ્રસાદે જણાવ્યું હતું કે, "તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી પાસે અહીં 40 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.
ઉત્તરકાશી ટનલમાં રાહત કાર્યનો આજે 12મો દિવસ છે. હવે ડ્રિલિંગ માટે માત્ર 6-8 મીટર બાકી છે. પરંતુ ઓગર મશીનમાં કોઈ ખામી સર્જાતા તે બંધ થઈ ગયું છે. દિલ્હીથી 7 નિષ્ણાતો હેલિકોપ્ટર દ્વારા ઉત્તરકાશી પહોંચી રહ્યા છે. ઓગર મશીનમાં ખામી દૂર કરવા માટે હેલિકોપ્ટર દ્વારા બીજું મશીન લાવવામાં આવ્યું છે.
રેસ્ક્યુ ઓપરેશન ટીમના સભ્ય ગિરીશ સિંહ રાવતે જણાવ્યું હતું કે બચાવ કામગીરી તેના અંતિમ તબક્કામાં છે. આગામી એકથી બે કલાકમાં કામદારોને બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે કામદારોને બહાર કાઢવા માટે પાઈપલાઈન નાખવામાં આવી રહી છે.
બ્રેકગ્રાઉન્ડ
Uttarkashi Tunnel Rescue Operation: ઉત્તરકાશી ટનલમાં ચાલી રહેલા રેસ્ક્યૂ ટીમના સભ્ય હરપાલ સિંહે દાવો કર્યો હતો કે ટનલની અંદર ફસાયેલા કામદારો ગુરુવારે (23 નવેમ્બર) સવારે 8 વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે. તેમણે કહ્યું કે સવારે આઠ વાગ્યા સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ થઈ જશે. દરેક લોકો અંદર ફસાયેલા કામદારો માટે પ્રાર્થના કરી રહ્યા છે. મોડી રાત્રે હરપાલ સિંહે કહ્યું કે તે ટનલમાંથી હમણાં જ બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનના ભાગ છે.
હરપાલ સિંહે કહ્યું હતું કે , "હું હમણાં જ ટનલની અંદરથી આવ્યો છું. હું ઝોજિલા ટનલના નિર્માણમાં કામ કરી રહ્યો છું અને અહીં રેસ્ક્યૂ ઓપરેશનનો ભાગ છું. થોડા સમય પહેલા ડ્રિલિંગ દરમિયાન ચાર લોખંડના સળિયા ટનલની અંદર આવી ગયા હતા. જેના કારણે ડ્રિલિંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ ગેસ કટર મશીન દ્વારા સળિયાને કાપવાનો પ્રયાસ કરી રહી છે. મને આશા છે કે આગામી દોઢથી બે કલાકમાં એનડીઆરએફની ટીમ ગેસ કટર મશીન દ્વારા સળિયાને કાપશે. ત્યાર બાદ આશરે 12 મીટરની બે પાઈપલાઈન ડ્રિલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. મને આશા છે કે સવારે 8:30 વાગ્યા સુધીમાં કામદારોને બચાવવાની કામગીરી શરૂ થઈ જશે."
સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને તબીબોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. 15 ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સ્થળ પર 12 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.
ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા રૂટ પર નિર્માણાધીન સિલક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળની બીજી તરફ કામદારો ફસાયા હતા, તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. સોમવારે બચાવદળના સભ્યો કાટમાળમાંથી 53 મીટર લાંબી છ ઇંચની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા, જેના દ્વારા કામદારોને વધુ ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -