Uttarkashi Tunnel Rescue Operation: ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલની અંદર હજુ પણ બચાવ કામગારી ચાલી રહી છે. હાલ  17મા દિવસે બચાવ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ટનલમાં ફસાયેલા 41 મજૂરો આજે કેટલા વાગ્યા બહાર આવશે તેને લઈ લેટેસ્ટ માહિતી સામે આવી છે.  NDMAના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે, ફસાયેલા 41 કામદારો ત્રણથી ચાર કલાકમાં ટનલમાંથી બહાર નીકળી જશે.


તેમણે કહ્યું કે,  "અમે સફળતાની નજીક છીએ. મેન્યુઅલ વર્ક ચાલુ છે અને અમે 58 મીટર સુધી પહોંચી ગયા છીએ. કાટમાળ કાપી નાખવામાં આવ્યો હતો અને આખી રાત કામ ચાલતું હતું. નિષ્ણાંતો અને આર્મી એન્જિનિયરો સક્ષમ છે.  58 મીટર સુધીઆગળ લઈ ગયા અને ઓગર મશીનની મદદથી પાઇપને આગળ ધકેલવામાં આવી છે.   41 કામદારો 3-4 કલાકમાં ટનલમાંથી બહાર નીકળશે. દરેક વ્યક્તિને બહાર કાઢવામાં લગભગ ત્રણથી પાંચ મિનિટનો સમય લાગશે.  


આ રીતે ખુદને તણાવમુક્ત રાખ્યા 



અંદર ફસાયેલા શ્રમિકોને તણાવમુક્ત રાખવા માટે વહીવટીતંત્રે બહારથી અનેક પદ્ધતિઓ અપનાવી હતી. સમય પસાર કરવા અને કામદારોને વ્યસ્ત રાખવા માટે લૂડો, પત્તા અને ચેસ ટનલની અંદર મોકલવામાં આવ્યા હતા. શ્રમિકોને તણાવમુક્ત રાખવા માટે તેમને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારે શ્રમિકોને ફોન પણ મોકલ્યા જેથી તેઓ તેમના પરિવાર સાથે વાત કરી શકે. શનિવારે (26 નવેમ્બર) શ્રમિકોને ગેમ રમવા માટે મોબાઈલ ફોન પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાની જાતને તણાવમુક્ત રાખી શકે.



ટનલમાં ફસાયેલા શ્રમિકોના નામ 


ગબ્બર સિંહ નેગી, ઉત્તરાખંડ


સબાહ અહેમદ, બિહાર


સોનુ શાહ, બિહાર


મણિર તાલુકદાર, પશ્ચિમ બંગાળ


સેવિક પાખેરા, પશ્ચિમ બંગાળ


અખિલેશ કુમાર, યુ.પી


જયદેવ પરમાણિક, પશ્ચિમ બંગાળ


વીરેન્દ્ર કિસ્કુ, બિહાર


સપન મંડળ, ઓડિશા


સુશીલ કુમાર, બિહાર


વિશ્વજીત કુમાર, ઝારખંડ


સુબોધ કુમાર, ઝારખંડ


ભગવાન બત્રા, ઓડિશા


અંકિત, યુ.પી


રામ મિલન, યુપી


સત્યદેવ, યુ.પી


સંતોષ, યુ.પી


જય પ્રકાશ, યુપી


રામ સુંદર, ઉત્તરાખંડ


મનજીત, યુપી


અનિલ બેડિયા, ઝારખંડ


શ્રેજેન્દ્ર બેદિયા, ઝારખંડ


સુક્રમ, ઝારખંડ


ટીકુ સરદાર, ઝારખંડ


ગુણોધર, ઝારખંડ


રણજીત, ઝારખંડ


રવિન્દ્ર, ઝારખંડ


સમીર, ઝારખંડ


વિશેષ નાયક, ઓડિશા


રાજુ નાયક, ઓડિશા


મહાદેવ, ઝારખંડ


મુડતુ મુર્મ, ઝારખંડ


ધીરેન, ઓડિશા


ચમરા ઉરાવ, ઝારખંડ


વિજય હોરો, ઝારખંડ


ગણપતિ, ઝારખંડ


સંજય, આસામ


રામ પ્રસાદ, આસામ


વિશાલ, હિમાચલ પ્રદેશ


પુષ્કર, ઉત્તરાખંડ


દીપક કુમાર, બિહાર