Uttarkashi Tunnel News: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું ખોદકામ અને ડ્રિલિંગને લગતું કામ પૂર્ણ થઈ ગયું છે, હવે ગમે તે સમયે ફસાયેલા તમામ શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તે અહીં કેવી રીતે ફસાઈ ગયા હતા શ્રમિકો. 12મી નવેમ્બરે પણ અહીં રોજની જેમ શ્રમિકો કામ કરી રહ્યા હતા. સવારે સાડા પાંચ વાગ્યે અચાનક ભૂસ્ખલન શરૂ થયું. આ દરમિયાન કેટલાક શ્રમિકો બહાર ગયા હતા. ત્યારે અચાનક જ નિર્માણાધીન ટનલનો 60 મીટરનો ભાગ નીચે ધરાશાઇ થઇ ગયો અને 41 શ્રમિકો ટનલની અંદર ફસાઈ ગયા હતાં...


ઉલ્લેખનીય છે કે, આ શ્રમિકો સિલ્કિયારા છેડેથી અંદર ગયા હતા. જે ટનલમાં તેઓ ફસાયા હતા તેનો 2340 મીટરનો ભાગ પૂરો થઈ ગયો છે. આ ભાગમાં ભૂસ્ખલન બાદ 200 મીટરના અંતરે પહાડનો કાટમાળ પડ્યો છે. કાટમાળની લંબાઈ લગભગ 60 મીટર છે. એટલે કે શ્રમિકો 260 મીટર ઉપર ફસાયેલા છે. આ શ્રમિકોને ખસેડવા પાછળ બે કિલોમીટરનો વિસ્તાર છે. આ લોકો 50 ફૂટ પહોળા અને બે કિલોમીટર લાંબા રસ્તા પર ફરી શકે છે.


આ રીતે ખુદને તણાવમુક્ત રાખ્યા 
અંદર ફસાયેલા શ્રમિકોને તણાવમુક્ત રાખવા માટે વહીવટીતંત્રે બહારથી અનેક પદ્ધતિઓ અપનાવી હતી. સમય પસાર કરવા અને કામદારોને વ્યસ્ત રાખવા માટે લૂડો, પત્તા અને ચેસ ટનલની અંદર મોકલવામાં આવ્યા હતા. શ્રમિકોને તણાવમુક્ત રાખવા માટે તેમને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારે શ્રમિકોને ફોન પણ મોકલ્યા જેથી તેઓ તેમના પરિવાર સાથે વાત કરી શકે. શનિવારે (26 નવેમ્બર) શ્રમિકોને ગેમ રમવા માટે મોબાઈલ ફોન પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાની જાતને તણાવમુક્ત રાખી શકે.


આ રાજ્યોના રહેવાસી છે ટનલમાં ફસાયેલા શ્રમિકો
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના સુરક્ષિત બહાર નીકળવા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. દરમિયાન, કેટલાય લોકો જાણવા માંગે છે કે આ શ્રમિકો ક્યાંના છે. અહીં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.


ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી






મુખ્યમંત્રી પુષ્કર ધામી શું બોલ્યા
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લખ્યુ હતું કે બાબા બૌખ નાગજીની અસીમ કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા તમામ બચાવદળના કર્મચારીઓના અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે મજૂરોને બહાર કાઢવા માટે ટનલમા પાઇપ નાખવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જલદી તમામ મજૂર ભાઇઓને બહાર કાઢવામાં આવશે.