ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત તેમના નિવેદનથી હાલ ચર્ચામાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મહિલાની જિન્સ પર કમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે, “ફાટેલી જિન્સ પહેરે છે મહિલા, શું આ સંસ્કાર છે”
બાલ અધિકાર સંરક્ષણ આયોગની એક કાર્યશાળાનું આજે તીરથ સિંહેના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું. આ અવસરે તેમણે પ્રાસંગિક સંબોધન કરતા બાળકોમાં સંસ્કાર સિંચનના વિષય પર વકત્વ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બાળકોને કેવા સંસ્કાર આપવા તે તેમના માતા પિતાના વ્યક્તિત્વ પર નિર્ભર છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ અવસરે એક પ્રસંગ સંભળાવતા ફાટેલી જિન્સની ફેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “એકવાર તે પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં હતા આ સમયે તેમની સાથે એક બાળક સાથે માતા હતી. આ મહિલાએ ફાટેલી જિન્સ પહેર્યું હતું. મેં તેમને પૂછયું કે, ક્યાં જવું છે? તો તેમણે કહ્યું કે, દિલ્લી જઇ રહ્યું છું. મારો પતિ જેએનયૂમાં પ્રોફેસર છે અને હું એક એનજીઓ ચલાવું છું. આ સમયે મેં વિચાર્યું કે, એક ફાટેલું જિન્સ પહેરેલી આ મહિલા સમાજમાં કેવી સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર કરતી હશે, જ્યારે અમે શાળામાં જતાં હતા આવો માહોલ ન હતો”
પશ્ચિમી સભ્યતા તરફ આકર્ષણ
પશ્ચમી સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આજના યુવામાં નશાની પ્રવૃતિ વધી રહી છે. તેમણે કહ્યું કે, 'સરકાર દ્વારા ચલાવામાં આવેલા નશામુક્ત અભિયાનમાં લોકભાગીદારી પણ એટલી જ જરૂરી છે. સીએમએ કહ્યું કે. નશા તરફ વાળતી મનોવિકૃતિથી બાળકોને બચાવવા માટે તેમને સંસ્કારવાન બનાવવા પડશે . તેમણે કહ્યું કે, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત ન થવું જોઇએ. આપણી સંસ્કૃતિ ઉત્કૃષ્ટ છે. સંસ્કારવાન ચરિત્ર ક્યારેય કોઇ ક્ષેત્ર નિષ્ફળ નથી જતું'