Corona Vaccination Registration: આગામી 1લી મેથી 18 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોના રસી આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર આ પહેલા જ કરી ચૂક્યું છે. ત્યારે હવે આગામી શનિવાર  એટલે કે 24 એપ્રિલથી આ માટે કોવિન (CoWin) એપ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ 24 એપ્રિલથી રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. કોરોના રસી માટેના રજિસ્ટ્રેશન માટે નવી લાઈન આગામી 48 કલાકમાં CoWin પ્લેટફોર્મ પર ખુલી જશે.



દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ (Corona Cases in India) વચ્ચે ભારતમાં કોરોનાની રસી (Corona Vaccine) મુકવાનુ કામ પણ ચાલી રહ્યુ છે અને આ મામલે ભારતે ચીન અને અમેરિકાને પાછળ પાડી દીધા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કેભારતે 95 દિવસાં 13 કરોડ રસીના ડોઝ લોકોને આપ્યા છે.આવુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે.


દેશમાં રસી આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે. સરકારે તો સાડા ત્રણ મહિનામાં દેશના તમામ લોકોનુ રસીકરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પર પણ તૈયારી શરુ કરી છે.  આ દરમિયાન કેટલાક રાજ્યોએ ફ્રી રસી આપવાની જાહેરાત કરી છે.


મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં 18 વર્ષથી મોટા તમામ લોકને કોરોના રસી ફ્રી અપાશે.


ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી છે.


છત્તીસગઢઃ છત્તીસગઢ સરકારે 1 મેથી 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી છે. સીએમ ભૂપેશ બધેલે ટ્વીટ કરીને કહ્યું, લોકોના જીવવની રક્ષા માટે આપણે શક્ય તમામ પગલાં ભરીશું. કોરોના વેક્સીનનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.


આસામઃ આસામે પણ 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વ સરમાએ આ અગે ટ્વીટ કર્યુ હતું. આજે જ અમે એક કરોડ ડોઝ માટે ભારત બાયોટેકને ઓર્ડર આપ્યો છે.


બિહારઃ બિહારમાં પહેલાથી જ લોકોને ફ્રી રસી આપવામાં આવી છે. ખાનગી કે સરકારી હોસ્પિટલ તમામ જગ્યાએ ફ્રી રસી આપવામાં આવે છે. બુધવારે સીએમ નીતીશ કુમારે ટ્વીટ કરીને કહ્યુ, રાજ્યમાં તમામ લોકોને ફ્રી રસી અપાશે તેમ કહ્યું હતું.


કેરળઃ કેરળમાં તમામ લોકોને ફ્રી રસી આપાશે. રાજ્યના સીએમે કહ્યું, કોરોના મહામારીના કારણે રાજ્ય નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતિમાં કેન્દ્રએ રાજ્યોને ફ્રીમાં રસી અપાશે.