Coraona vaccine effect:કોરોનાની મહામારીમાં વેક્સિન જ એક રક્ષા કવચ છે. આ સ્થિતિમાં વેક્સિનના સાઇડ ઇફેક્ટથી લઇને તેના અસરકારકતા પર સમયાંતરે શોધ થતી રહે છે.


કોરોના વેક્સિન સાથે જોડાયેલા શોધમાં જણાવવવામાં આવ્યું કે,માત્ર 6 મહિના બાદ કોરોના રસીની અસર ધીમે ધીમે ખતમ થઇ જાય છે.


કોરોનાની જંગ સામે લડત આપતી વેક્સિન મુદ્દે તાજેતરમાં જ એક રિસર્ચ થયું હતું. તેની અસરકારતા કેટલા સમય સુધી રહી છે. તે મુદ્દે રિસર્ચ થયું હતું. જેના તારણે ચિંતા વધારી છે. બ્રિટેનમાં થયેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, 6 મહિના બાદ કોરોનાની વેક્સિનનીઅ અસર ઓછી થઇ જાય છે. રિસર્ચમાં એ વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોવિડ વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે. બ્રિટેનમાં થયેલ આ રિસર્ચ ફાઇઝર/બાયોટેક અને ઓકસફોર્ડ/એસ્ટ્રેજનેકા કોવિડ વેક્સિનને લઇને કરવામાં આવી છે.


રોઇટરર્સના રિપોર્ટ મુજબ ફાઇઝર રસી કોરોનાને માત આપવામાં 88% કારગર છે. જો કે બંને ડોઝની અસરકારતા પાંચથી છ મહિનામાં ખતમ થઇ જાય છે. આ બ્રિટેનના  zoe covid શોધનું તારણ છે કે,  આ પ્રકારનું  એસ્ટ્રેજેનેકાનું કોરોના રસી  77 ટકા પ્રભાવી છે.  તેની અસર 4થી5 મહિના બાદ માત્ર 67% રહી જાય છે.


આવનાર મહિનામાં ઓછી થઇ શકે અસર


Zoe લિમિટેડના ફાઉન્ડર અને પ્રિન્સિપાલ  ઇન્વેસ્ટિગેટર ટીમ  સ્પેકટરે કહ્યું છે કે, પ્રોટેકશન આવનાર સમયમાં ઓછી થઇ શકે છે. પ્રોટેકશન 50 ટકાથી પણ ઓછું થઇ શકે છે. આવું થવાની વધુ શક્યતા વૃદ્ધ લોકો અને હેલ્થ વર્કસમાં વધુ છે.


 


ઉલ્લેખનિય છે કે, કેટલાક યૂરોપિયન દેશ કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનો પ્લાન બનાવી રહ્યાં છે.કહેવામાં આવી રહ્યું છે કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, નિષ્ણાત માને છે કે, વેક્સિનની સમય સાથે ઓછી થતી અસરને માત્ર આપણે મૂક દર્શક બનીને જોઇ  ન શકીએ. આ માટે બૂસ્ટર ડોઝ તૈયારી કરીને જ મહામારીના ભંયકર સ્વરૂપથી બચી શકાય છે.