વાઘા બોર્ડર પર બીટીંગ ધ રિટ્રીટમાં પાકિસ્તાન તરફથી પથ્થરમારો
abpasmita.in | 02 Oct 2016 08:26 PM (IST)
નવી દિલ્લી: વાઘા બોર્ડર પર પાકિસ્તાન તરફથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો. વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતીય સીમાની અંદર પથ્થર ફેકવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ બીએસએફે પાકિસ્તાન રેંજર્સે આ મામલે ફ્લેગ મીટિંગ કરવા કહ્યુ છે, પરંતું પાકિસ્તાન તરફથી કોઇ જવાબ આપવામાં નથી આવ્યો. ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરતા બાદમાં ભારત-પાક વચ્ચે સંબંધો વણસી ગયા હતા, જેને ધ્યાનમાં લઈ 2 ઓક્ટોબર સુધી બીટીંગ ધ રિટ્રીટ રદ્દ કરવામાં આવી હતી પરંતુ આજે ફરિવાર શરૂ કરવામાં આવતા પાકિસ્તાન તરફથી ભારતીય સીમા અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.