Varanasi Cheating News: ઉત્તર પ્રદેશના વારાણસીમાં છેતરપિંડીનો મોટો બનાવ સામે આવ્યો છે, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીના નામે છેતરપિંડી કરવામાં આવી છે. વડાપ્રધાનની ભત્રીજી બનીને 21 લાખની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો છે અને આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. 


મળતી માહિતી મુજબ, શેરબજારમાં નફો કમાવાનો લોભ આપવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાવતી વખતે વારાણસીના ઉપેન્દ્ર રાઘવ નામના વ્યક્તિએ જયપુરની વેરોનિકા મોદી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.


શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી


વારાણસી પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધ્યો છે. જ્યારે પીએમઓએ પીએમના આરોપીના સાથે કોઈ જ પ્રકારના સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. જયપુરની વેરોનિકા મોદીએ તેની સાથે મળીને શેરબજારમાં રોકાણના નામે 21 લાખ રૂપિયા ચાંઉ કરી લીધા હતાં. જે ઉપેન્દ્ર રાઘવને છેતરવામાં આવ્યો છે તે આર્મી ઓફિસર હોવાનું કહેવાય છે. જ્યારે મહિલા પૈસા લીધા બાદ ગાયબ થઈ ગઈ હતી અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યાર બાદ આર્મી ઓફિસરને અહેસાસ થયો હતો કે તે છેતરપિંડીનો ભોગ બન્યો છે. ત્યાર બાદ આ સમગ્ર મામલાની માહિતી આપતા તેણે કેન્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.


કલમ 420 અને 406 હેઠળ કેસ દાખલ


પોલીસને ફરિયાદ આપતા ઉપેન્દ્ર રાઘવે જણાવ્યું હતું કે, કેન્ટમાં રહેતી વેરોનિકા મોદી નામની મહિલા અને રમેશ શર્માએ તેની સાથે શેરબજારમાં રોકાણ કરવાના નામે 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ તમામ પૈસા બેંક ખાતા દ્વારા લેવામાં આવ્યા છે અને વેરોનિકા પોતાને પીએમ મોદીની ભત્રીજી ગણાવતી હતી. બીજી તરફ પીડિત ઉપેન્દ્રની ફરિયાદના આધારે વેરિનિકા વિરૂદ્ધ કલમ 420 અને 406 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. 


Rajkot:  ક્રાઇમ બ્રાંચે 80થી વધુ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરનારને ઝડપી લીધો, જાણો કઈ રીતે કરતો ઠગાઈ


રાજકોટ અને સૌરાષ્ટ્રમાં લોકો સાથે છેતરપિંડી કરનાર રાજકોટ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકોને લોન આપવાની લાલચ આપી લોકો સાથે છતરપિંડી કરતો હતો. સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમની સાથે છેતરીપિંડી કરતો હતો. ઓછા સિબિલ સ્કોર હોવા છતાં લોન કરાવી આપવાની લાલચ આપી રાજકોટના 19 સહિત સૌરાષ્ટ્રના 80 લોકો સામે 16.67 લાખની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. લોન ઉપરાંત ગઠિયાએ શેરબજારમાં રોકાણ કરાવી ઉંચું વળતર અપાવાની લાલચ આપીને પણ અનેક લોકોને શીશામાં ઉતાર્યા છે. જૂનાગઢ કોર્ટે 2018માં જેને ફરાર જાહેર કર્યો હતો તે જ ગઠિયાએ ફરાર થયા બાદ લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું. 


ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.સી.સાકરિયા, એ.એન.પરમાર, હેડ કોન્સ્ટેબલ અશોક કલાલ તેમજ હરદેવસિંહ રાઠોડ સહિતનાએ બાતમીના આધારે રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, ગોંડલ, જામ કલ્યાણપુર, જેતપુર, શાપર, અમરેલી, જેતલસર, વાંકાનેર, ઉપલેટા, ધ્રોલ, થાનગઢ, પડધરી સહિતના વિસ્તારોમાં પર્સનલ લોન કરી આપવાના બહાને તેમજ શેરબજારમાં રોકાણ કરી આપવાના બહાને 80થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી.