નવી દિલ્લી: રક્ષા કરાર જાણકારી લીક કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કરાર કરવાના આરોપમાં ઘેરાયેલા ભાજપાના સાંસદ વરૂણ ગાંધીએ પોતાની સફાઈ આપી છે. પોતાના નિવેદનમાં દેશના લોકોના નામે લખેલા એક પત્રમાં વરૂણ ગાંધીએ કહ્યું કે તેમના પર લગાવેલા તમામ આરોપો દુખદ છે. તેમણે કહ્યું મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.


વરૂણ ગાંધીએ કહ્યું હું રક્ષા મામલાની સ્થાઈ સમિતિની સભઅય જરૂર હતો, પરંતુ કંસલ્ટોટિવ કમિટિની બેઠકમાં ક્યારેય જોડાયો નથી. ધણા લોકો જાણી જોઈને મારી છબી ખરડી રહ્યા છે. મારા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે, હુ ક્યારેય એડમંડ્સ એલનને નથી મળ્યો.

વરૂણ ગાંધીએ કહ્યું કે તે ક્યારેય એડમંડ એલનને નથી મળ્યા, બંને વચ્ચે ક્યારેય મુલાકાત પણ નથી યોજાઈ

અભષિક વર્મા સાથેના સંબંધોને લઈને વરૂણ ગાંધીએ ક્હ્યું અમે લોકો ઈંગ્લેંડમાં મળ્યા હતા. ત્યારે વરૂણ કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. વરૂણના જણાવ્ય મુજબ અભિષેક સાથે તેનો પરિચય દિવંગત વીના અને શ્રીકાંતના પુત્ર તરીકે કરાવવામાં આવ્યો હતો. આ બંને સંસદ સભ્ય હતા. સમ્માનિત પરિવાર સાથે સંબંધ રાખનારા અભિષેક સાથે થોડા સમયમાં ધણી વખત મળ્યા હતા. વરૂણે કહ્યું તેમની વચ્ચે ક્યારેય કામકાજને લઈને કોઈ વાત થઈ નથી.

વરૂણના મુજબ મીડિયા રિપોર્ટસથી જાણી શકાય છે કે એલન અને અભિષેક વચ્ચે ધંધાદારીના સંબંધઓ હતા. વરૂણે આશંકા વ્યક્ત કરી કે એલન તેના પૂર્ન સહયોગીની વિરૂધ્ધ લગાવેલા આરોપોના કારણે વધુમાં વધુ પબ્લિસિટીની કરી રહ્યા છે, આજ કારણે એલન તેમના જેવા વ્યક્તિને આ મામલે જોડી રહ્યા છે, જેના કારણે પબ્લિકનું ધ્યાન ખેંચી શકાય.

વરૂણે કહ્યું જે સમયે આ ધટના બની છે, ત્યારે તે વિપક્ષમાં હતા અને પ્રથમ વખત સાંસદ બન્યા હતા, એવામાં સરકારની કોઈ સંવેદનશીલ માહિતી શેક કરવાનો સવાલ જ નથી ઉઠતો.