પોખરણઃ પુલવામામાં ગુરુવારે થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના નાક નીચે પોખરણમાં પોતાની પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન વાયુ શક્તિ-2019 દ્વારા કર્યું હતું. અભ્યાસ દરમિયાન વાયુસેનાના કુલ 138 વિમાન સામેલ થયા હતા. જેમાં એમઆઈ-17 વી ફાઇવ હેલિકોપ્ટર, જગુઆર, મિગ-29, મિરાજ-2000, સુખોઈ-30, એમકેઆઈ મિગ-27 અપગ્રેડ, તેજસ, સી-130 જે. સર્ફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમ , આકાશ મિસાઇલ, મી-35 હેલિકોપ્ટર, ગરુડ કમાન્ડો સિસ્ટમનો સમાવેશ થયા છે.


વાયુશક્તિ-2019માં દરિમયાન બોમ્બ ,મિસાઇલો, લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ હવાથી હવા અને હવાથી જમીન પર માર કરવાનો અભ્યાસ કર્યો હતો. વાયુસેનાના શક્તિ પ્રદર્શનની શરુઆત 1953માં થઈ હતી. આ દર ત્રણ વર્ષે એક વખત થાય છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોવા, સેના પ્રમુખ જનરલ બિપીન રાવત, માનદ ગ્રુપ કેપ્ટન સચિન તેંડુલકર અને રાજસ્થાનના ઘણા સાંસદ  ઉપસ્થિત રહ્યા  હતા.