નવી દિલ્હીઃ રાજ્યસભામાં રાજ્યપતિ વેંકયા નાયડુએ ગૃહમાં મોડ આવતાં સભ્યોને આજે ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્યસભા સભાપતિના આવી ગયા બાદ સભ્યો ગૃહમાં આવતા જતા રહે છે, તેનાથી ગૃહની કાર્યવાહી પર અસર પડે છે. ઉપરાંત લોકોનું ધ્યાન ભટકે છે.
નાયડુએ સભ્યોને શીખ આપતાં કહ્યું કે, જ્યારે ગૃહમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ રહી હોય તે સમયે ગૃહમાં ઉપસ્થિત રહેવું જોઈએ. રાજ્યસભામાં આજે ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના મહિલા આશ્રય ગૃહમાં કથિત રીતે ચાલતા સેક્સ રેકેટને લઈ પણ હંગામો થયો હતો.
રાજ્યસભામાં મંગળવારે ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહે ગૃહને સંબોધન કર્યું. બીજેપી અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં સરકાર દ્વારા અનેક ખેત પેદાશના ટેકાના ભાવ વધારવાના ફેંસલાની જાહેરાત કરી. પરંતુ જેવું અમિત શાહે બોલવાનું શરૂ કર્યું કે તૃણમુલ કોંગ્રેસના સાંસદો હંગામો કરીને વેલમાં ધસી આવ્યા.