નવી દિલ્હી: રાજ્યસભા ઉપસભાપતિના માટે જેડીયૂના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહ એનડીએના ઉમેદવાર હશે, જો કે આ ઉમેદવાર અંગે સમગ્ર ઘટક દળોમાં ફૂટ પડી ગઇ, અકાલી દળ તેના વિરોધમાં આવી ગયા છે. જ્યારે શિવસેના સલાહ નહી લેવાઇ હોવાનાં કારણે નારાજ છે. રાજ્યસભામાં ઉપસભાપતિ મુદ્દે 9 ઓગષ્ટે મતદાન થશે. બીજી તરફ વિપક્ષી પાર્ટી એનડીએના ઉમેદવારને શિકસ્ત આપવા માટે સંયુક્ત ઉમેદવાર ઉતારવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

હરિવંશને રાજ્યસભા ઉપસભાપતિ પદના ઉમેદવાર બનાવવાના મુદ્દે નીતીશ કુમારે કહ્યું કે, આ મુદ્દે ચર્ચા થઇ ચુકી છે. વિચાર-વિમર્શ બાદ જ હરિવંશ સિંહને રાજ્યસભા ઉપસભાપતિ પદનો ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે એનડીએની તરફથી ઉમેદવારનું નામ સામે આવ્યા બાદ ગઠબંધનમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. હરિવંશની ઉમેદવારીના વિરોધમાં અકાલી દળ સામે આવ્યા છે. અકાલી દળને આશા હતી કે રાજ્યસભામાં એનડીએના ઉપસભાપતિના ઉમેદવારી તેમની જ પાર્ટીનું થશે, જો કે એવું નથી થયું. અકાલી દળની તરફથી નરેશ ગુજરાલનું નામ ચાલી રહ્યું હતું, જો કે અંતિમ સમયે ભાજપે જેડીયુના સાંસદ હરિવંશને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી જેના કારણે અકાલી દળ નારાજ છે.