શૂટર દાદી ચંદ્રો તોમરનું મેરઠના મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન નિધન થયું છે. એક રાત પહેલા જ તેમને આનંદ હોસ્પિટલમાંથી મેરઠ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર દાદી ચંદ્રો તોમરના મોતનું કારણ બ્રેન હેમરેજ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા.
શૂટર દાદી ચંદ્રો તોમરના દિકરના વિનોદ તોમરનું કહેવું છે કે સોમવારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી. બાદમાં તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમને મેરઠની આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે તબીયત બગડતા તેમને મેડિકલ કોલેજ લઈ જવાયા હતા. ચંદ્રો તોમર દાદી કોરોના સંક્રમિત થતા તેમના પ્રશંસકો નિરાશ થઈ ગયા હતા. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ શુક્રવારે તેમનું નિધન થયું છે.
ચંદ્રો તોમર દાદીએ 60 વર્ષી ઉંમરમાં નિશાનેબાજીમાં કરિયર બનાવ્યું હતું અને ઘણી રાષ્ટ્રીય પ્રતિયોગિતા પણ જીતી હતી. તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. ચંદ્રો તોમરને વિશ્વના સૌથી મોટી ઉંમરના નિશાનેબાજ માનવામાં આવતા હતા.