કોરોનાની મહામારીએ ફરી એકવાર વિકાળ સ્વરૂપ ધારણ કર્યો છે. ન્યુ સ્ટ્ર્નમાં ડેથ રેટ વધતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હોસ્પિટલમાં જગ્યા નથી. આ સ્થિતિમાં મોટાભાગના દર્દીઓ હોમ ક્વોરોન્ટાઇન છે. હોમ ક્વોરોન્ટાઇન દરમિયાન તાવ હોય અને ઓક્સિજન લેવલ 90ની નીચે જાય તો શું કરશો? જાણીએ...


દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. ન્યુ સ્ટ્રેનમાં સતત કેસમાં વધારાની સાથે ડેથ રેટ પણ વધી રહ્યો છે. ઓક્સિજન લેવલ ડાઉન થતાં આ સ્થિતિ સર્જાઇ છે. હોસ્પિટલ હાઉસ ફુલ હોવાથી દર્દી હોમક્વોરોન્ટાઇન રહીને સારવાર લઇ રહયાં છે. હોમ ક્વોરોન્ટાઇન દર્દીને કેટલાક સવાલ પજવતા હોય છે. તો એમ્સના ડાયરેક્ટરે કોવિડ સંદર્ભે મુંઝવતા કેટલાક સવાલના જવાબ મીડિયા સમક્ષ આપ્યાં છે. જેમાનો આ એક સવાલ છે કે, હોમ ક્વોરોન્ટાઇન દરમિયાન તાવ હોય અને ઓક્સિજન લેવલ 90ની નીચે જાય તો શું કરશો?


જો હોમ ક્વોરોન્ટાઇન વ્યક્તિનું ટેમ્પરેચર 100 કે તેનાથી વધુ જતુ હોય અને તેનું ઓક્સિજન લેવલ 90થી નીચે હોય તો તરત હોસ્પિટલમાં એડમિટ થઇ જવું હિતાવહ છે. આવા દર્દીએ હોસ્પિટલ એલ-1ની હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ. આ સ્થિતિમાં ઘરે પણ ઓક્સિજન સિલિન્ડરનો પ્રબંધ કર રાખવો જોઇએ. હોસ્પિટલમા બેડ ન મળે ત્યાં સુધીમાં પેરાસિટામોલ આપો અને દર્દીને પેટ પર સૂવડાવીને એટલે કે પેટ પર સૂવડાવની પ્રોનિંગ ટેકનિકથી ઓક્સિજન લેવલને નોર્મલ કરી શકાય છે. આ ટેકનિક 2 કલાક સુધી કરી શકાય છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3498 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,97,540 લોકો ઠીક પણ થયા છે.


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 22 લાખ 45 હજાર 179ડોઝ આપવામાં આવ્યા છે.