Viral Video: તાજેતરમાં જ મધ્ય પ્રદેશમાં કેટલાક વિધર્મી લોકો દ્વારા એક હિન્દુ યુવકને ગળે પટ્ટો બાંધીને તેને કુતરાની જેમ ચાર પગે ચાલવા મજબુર કર્યો હતો. આ યુવકને કૂતરાની માફક ભોંકવાની પણ ફરજ પાડવામાં આવી હોવાની ઘટનાના વીડિયોએ ભારે ચકચાર મચાવી હતી. આ ઘટનાનું સંજ્ઞાન લઈને શિવરાજ સિંહ સરકારે આરોપીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી હતી. આ ઘટનના પડઘા હજી સમ્યા પણ નથી ત્યાં વધુ એક શરમજનક ઘટનાએ ચકચાર જગાવી છે.
કંઈક આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકોમાં ભારે રોષ છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ જાહેરમાં અન્ય વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરનાર આ વ્યક્તિ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા વીડિયો તમે બહુ ઓછા જોયા હશે. આ જોઈને તમે પણ કહેશો કે આવા લોકોની જગ્યા માત્ર અને માત્ર જેલમાં હોવી જોઈએ.
સીડી ઉપર બેઠેલા વ્યક્તિના ચહેરા પર પેશાબ
વાયરલ વીડિયોમાં એક ગરીબ વ્યક્તિ સીડી પર બેઠેલો જોવા મળી રહ્યો છે. તેના વાળ વિખરાયેલા છે. તેનો ચહેરો જાણે ઘણા દિવસોથી ભૂખ્યો હોય તેવું લાગે છે. વાદળી જીન્સ અને ચેક કરેલ શર્ટ પહેરેલો એક માણસ તેની સામે ઉભો છે, સિગારેટ પીવે છે અને તેના પર પેશાબ કરે છે. પેશાબ કરનાર વ્યક્તિ દારૂના નશામાં હોય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નશાની હાલતમાં પેશાબ કરનાર વ્યક્તિનું નામ પ્રવેશ શુક્લા છે. તે ભાજપના નેતાની નજીક છે. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ નથી. ભાજપ પણ તેને ટાળી રહ્યું છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં માનવતાને શરમમાં મુકવામાં આવી છે. આ વિડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે, કેવી રીતે લુખ્ખાઓ તંત્રને બાનમાં રાખીને નિર્ભયતાથી કંઈ પણ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નીચે બેઠેલા અન્ય વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે તે સિગારેટ પીતી વખતે બેદરકારીથી આ પ્રકારનું બેશરમ કૃત્ય કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે તેની ધરપકડની માંગ શરૂ કરી દીધી હતી. લોકો પૂછવા લાગ્યા કે આ ગુનેગારની ધરપકડ થઈ કે નહીં.
યુઝર્સ કરી રહ્યા છે કાર્યવાહીની માંગણી
હવે આ વીડિયોને લઈને યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, આવા ગરીબ લોકોને શરિયા કાયદા હેઠળ સજા મળવી જોઈએ જેથી કરીને આવો અત્યાચાર ફરીથી જોવા ન મળે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, શું તે શેના નશામાં છે? આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ આ જાનવર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ટ્વીટ
આ વીડિયોની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, આરોપીઓ વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું હતું કે, સીધી જિલ્લાનો એક વાયરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યો છે... મેં પ્રશાસનને ગુનેગારની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા અને NSA લાગુ કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) એક એવો કાયદો છે, જેમાં એવી જોગવાઈ છે કે જો સરકારને કોઈ વ્યક્તિથી દેશને ખતરો લાગે તો તેની ધરપકડ કરી શકાય છે.