NCP Political Crisis: મહારાષ્ટ્રમાં NCP નેતા અજિત પવાર 1 જુલાઈએ શિંદે સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યા પછી તેમની પાર્ટી અને મહાવિકાસ અઘાડીના ભવિષ્યને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસ અને શિવસેના (UBT)એ NCPમાં વિભાજન બાદ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જોકે કોંગ્રેસ રાજકીય પરિસ્થિતિનો લાભ લઈ જરૂરથી દાવ ખેલી શકે છે. 


શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેનું નિવેદન તેમની આગળની યોજના જાહેર કરે છે. આજે મંગળવારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શિવસેના (UBT) મહાવિકાસ અઘાડીનો ભાગ રહેશે. પાર્ટીના નેતા અનંત ગીતેએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે.


મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે.. 


દરમિયાન, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે અને અન્ય પક્ષના નેતાઓએ પણ એનસીપી વડા શરદ પવારને મુંબઈમાં વાયવી ચવ્હાણ સેન્ટરમાં મળ્યા હતા. નાના પટોલેએ મીડિયાને કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અમે પવાર સાહેબ, ઉદ્ધવ ઠાકરે સાહેબ સાથે મળીને મહારાષ્ટ્રમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છીએ. પવાર સાહેબ પોતે ઉદ્ધવ ઠાકરે સાબ સાથે વાત કરશે. લોકશાહી વ્યવસ્થાને નષ્ટ કરનાર, લોકશાહીમાં ન માનનાર, સરમુખત્યારશાહી વલણો ધરાવનાર ભાજપ જેવા પક્ષને મહારાષ્ટ્રની ધરતીમાંથી જડમૂળથી ઉખેડી નાખવાનો છે, આ અમારો સંકલ્પ છે.


હવે કોંગ્રેસ ખેલી શકે છે દાવ


ઉલ્લેખનીય છે કે, અજિત પવારના રાજીનામા બાદ શરદ પવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ ભરવા માટે NCP ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની નિમણૂક કરી હતી. પરંતુ હવે કોંગ્રેસ પણ આ પદ માટે દાવો કરવાની યોજના બનાવી રહી છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ પ્રમાણે રાજ્યમાં વિરોધ પક્ષના સંગઠનમાં સૌથી વધુ ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે. જેથી વિરોધ પક્ષના નેતાને લઈને તે દાવ ખેલી શકે છે. અગાઉ શરદ પવારે વિરોધ પક્ષના નેતા તરીકે પોતાના પક્ષના ધારાસભ્યને આપ્યું હતું. પરંતુ હવે કોંગ્રેસ આ પદ પોતાની પાસે રાખવા માંગ કરી શકે છે. જોકે વિપક્ષના નેતા પદ પર કથિત રીતે દાવો રજૂ કરવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે મંગળવારે (4 જુલાઈ) મુંબઈમાં વિધાન ભવનમાં કોંગ્રેસ વિધાનમંડળ પક્ષની બેઠક પણ યોજાઈ હતી. કોંગ્રેસ પાસે હાલમાં રાજ્યમાં 45 ધારાસભ્યો છે.


જ્યારે શરદ પવાર જેમણે આ પદ પર તેમના એક ધારાસભ્યની નિમણૂક કરી છે. તે પણ કહી રહ્યા છે કે મહાવિકાસ અઘાડીના ઘટક કોંગ્રેસ માટે દાવો કરવો યોગ્ય છે કે, તેનો નેતા વિરોધ પક્ષ હોવો જોઈએ. મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિ હવે કઈ દિશામાં જશે તેના પર સૌની નજર મંડાયેલી છે.


https://t.me/abpasmitaofficial