Stunt Viral Video: આજકાલ લોકોમાં સોશિયલ મીડિયામાં જાણીતા બનવાની ભારે ખેવના હોય છે. એક રીતે કહીએ તો માથા પર ભુત જ સવાર હોય છે. જેથી રીલ અને વીડિયો બનાવવાની પ્રક્રિયામાં લોકો મોટા મોટા જોખમ લેવા પણ તૈયાર હોય છે. પછી ભલેને એ ખતરો પોલીસ, કોર્ટ-કોર્ટ કે મૃત્યુનો પણ કેમ ના હોય. આવી ઘણી ઘટનાઓ જોવા મળી છે જેમાં વીડિયો બનાવવાની લતએ લોકોને મોતનો સામનો પણ કરવો પડ્યો છે. તમે પણ સોશિયલ મીડિયા પર આવા અદ્ભુત વીડિયો જોયા જ હશે. પરંતુ તેમ છતાં લોકો અમુક લાઈક્સ માટે પોતાનો જીવ જોખમમાં નાખવાનું બંધ કરતા નથી.


હવે આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી સ્કૂટી પરથી કૂદતી જોવા મળી રહી છે. યુવતીએ સાડી પહેરીને આ પરાક્રમ કરી બતાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતીએ પહેલા આંખ પર પટ્ટી બાંધી હતી. ત્યાર બાદ તે સ્કૂટીની પાછળની સીટની કિનારે ઊભી રહી અને હવામાં જ ઉંચો કૂદકો મારે છે અને પીઠ પલ્ટી મારે છે. છોકરી પલટી મારીને સીધી જમીન પર ઊભી રહેવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, બેલેન્સ ગુમાવવાને કારણે તે નીચે પડી જાય છે. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના ઘટી નહોતી. 


યુઝર્સે લીધો બરાબરનો ઉધડો


આ આખું પરાક્રમ જોવા ત્યાંથી પસાર થઈ રહેલી એક છોકરીએ પોતાની સ્કૂટી રોકી હતીએ. આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે 5 લાખથી વધુ યુઝર્સે તેને લાઈક કર્યું છે. 


આ વીડિયોને લઈને ઘણા યુઝર્સે આકરી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે, સાડી પહેરીને આ રીતે કરવામાં આવેલા બેકારનો ડ્રામા માત્ર છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, માત્ર લાઈક્સ માટે જોખમ લેવું એ ગાંડપણ છે. તો કેટલાક યુઝર્સ એવા પણ હતા જેમને યુવતીનું આ પરાક્રમ ખૂબ પસંદ આવ્યું હતું.




રન-વે પર ટકરાયા બે પ્લેન, જાપાનના ટોક્યો એરપોર્ટ પર કલાકો સુધી બંધ રહી ઉડાનો, જાણો


જાપાનની રાજધાની ટોક્યોના એક મોટા એરપોર્ટના રનવે પર શનિવારે બે પેસેન્જર પ્લેન જબરદસ્ત રીતે અથડાયા હતા. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિના રિપોર્ટ નથી, પરંતુ આના કારણે અહીં કલાકો સુધી ફ્લાઈટ્સ અવરજવર ખોરવાઈ ગઈ હતી. આનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે. 


પ્લેન દૂર્ઘટના વિશે માહિતી આપતા, પરિવહન મંત્રાલયના ડેપ્યૂટી એડમિનિસ્ટ્રેટર ઇસામુ યામાનેએ જણાવ્યું હતું કે, બેંગકોક તરફ જઈ રહેલા થાઈ એરવેઝ ઈન્ટરનેશનલ જેટએ હાનેડા એરપોર્ટ પર તાઈપેઈ તરફ જઈ રહેલા પાર્ક કરેલા ઈવીએ એરવેઝના વિમાનને ટક્કર મારી હતી. યામાનેએ જણાવ્યું હતું કે દૂર્ઘટના બાદ રનવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ લગભગ બે કલાક પછી તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો. જેના કારણે કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી હતી અને દૂર્ઘટનાના કારણની હજુ તપાસ કરવામાં આવી રહી છે.