Mumbai : મુંબઈમાં ભીડભાડવાળી લોકલ ટ્રેનમાંથી (Mumbai Local Train) 18 વર્ષના યુવાનનો પડી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં, યુવક ભરેલા ડબ્બામાં અન્ય કેટલાક મુસાફરો સાથે ટ્રેનના દરવાજા પર ફૂટબોર્ડ પર લટકતો જોવા મળે છે. અચાનક યુવક  એક પોલ સાથે અથડાય છે જેના કારણે આ અકસ્માત થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કેયુવકને ફ્રેક્ચર થયું છે અને ઈજાઓ પણ થઈ છે પરંતુ તેની હાલત સ્થિર છે.


ઈજાગ્રસ્ત થનાર યુવક દાનિશ ખાન કલવામાં તેની માતા, મોટી બહેન અને નાના ભાઈ સાથે રહે છે. તે હાઉસ ડેકોરેશન ફર્મમાં મજૂર તરીકે કામ કરે છે. ગુરુવારે તે  કામ માટે દાદર જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતનો વીડિયો મયુર લિમયે દ્વારા લેવામાં આવ્યો હતો, જે પુણે-મુંબઈ ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં તે જ ટ્રેક પર મુસાફરી કરી રહ્યો હતો. આ વિડીયો  હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ આ વિડીયો - 






આ ઘટનામાં ઈજાગ્રસ્ત દાનિશને તેના સંબંધીઓ કાલવા હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દાનિશ ખતરાની બહાર છે પરંતુ તેને ફ્રેક્ચરની સાથે ઘણી ઈજાઓ થઈ છે. આ ઘટના અંગે થાણે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.


મુંબઈ લોકલ દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે, મોટાભાગે મધ્યમ વર્ગ અને કામદાર વર્ગ, જેઓ દરરોજ તેમના કામના સંબંધમાં મુંબઈના તમામ વિસ્તારોમાં મુસાફરી કરવામાં રાહત અનુભવે છે. આવી સ્થિતિમાં લોકલ ટ્રેનોની સંખ્યા વધારીને તેમાં વધી રહેલી ભીડને અમુક અંશે ઘટાડી શકાય છે.