આ 8 ખતરનાક Videoમાં જુઓ ફાની વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ
abpasmita.in | 04 May 2019 11:36 AM (IST)
ચક્રવાત ફાની ખડગપુરને પાર કરી પશ્ચિમ બંગાળ પહોંચ્યુ. કેન્દ્રિય અને રાજ્યની એજન્સીઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. આજે સાંજે વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચવાની સંભાવના છે.
નવી દિલ્હીઃ ચક્રવાત ફાની ખડગપુરને પાર કરી પશ્ચિમ બંગાળ પહોંચ્યુ. કેન્દ્રિય અને રાજ્યની એજન્સીઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. આજે સાંજે વાવાઝોડું બાંગ્લાદેશ પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, ફાની વાવાઝોડું પશ્ચિમ બંગાળના ખડગપુર વિસ્તારોને પાર કરીને ઉત્તર-પૂર્વ દિશામાં 90 કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે. આ દરમિયાન અનેક વૃક્ષો ઉખડી ગયા છે. કોલકત્તા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે. હવે વાવાઝોડું બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. ફાનીને બાંગ્લાદેશનું સૌથી ભીષણ ચક્રવાત ગણવામાં આવે છે. આ દરમિયાન માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી છે. ફાની વાવાઝોડાના કહેરના કેટલાક દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા, જેમાં બસ, કાર, વૃક્ષ અને મકાનમાં કેવી રીતે તાસના પત્તાની જેમ ઉડવા લાગી તે દેખાઇ રહ્યું છે. આવા 8 વીડિયો પર કરીએ એક નજર. મકાનની છત પર ધડાકા ભરે ક્રેન પડી મકાનની છત ઉડી ગઈ જુઓ કેવો આક્રમક હતો પવન ઘરનો દરવાજો ઉડી ગયો હવામાં ઉથલો મારી ગઈ આખી બસ પેટ્રોલ પંપની છત ઉડી ગઈ હવામાં કાર ઉડવા લાગી પગતની ગતિ એટલી હતી કે ખુરશી પણ ફેંકાઈ ગઈ