શું તમે ક્યારેય આખલાને ટ્રેનમાં મુસાફરી કરતા જોયો છે? જો નહીં, તો તમે આ વીડિયો જોવો જેમાં આખલો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો ઝારખંડનો છે જ્યાં કેટલાક લોકોએ આખલાને ટ્રેનમાં ચઢાવી દીધો હતો. એક રિપોર્ટ અનુસાર, ઝારખંડના સાહિબગંજથી જમાલપુર (બિહાર) વચ્ચે ચાલતી EMU પેસેન્જર ટ્રેનમાં એક આખલો મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોએ જણાવ્યું કે મિર્ઝા ચોકી રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં 10-12 લોકોએ આખલાને ચઢાવી દીધો હતો અને તેઓએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને આખલાને સાહિબગંજમાં ઉતારી દેવા કહ્યુ હતું.
વાસ્તવમાં સાહિબગંજથી પેસેન્જર ટ્રેન રવાના થઇ રહી હતી. દરમિયાન મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર 10-12 લોકો આખલાને લઇને આવ્યા હતા અને તેને પેસેન્જર ટ્રેનાં બાંધી દીધો હતો. આ લોકો નશામાં ધૂત હતા.
મિર્ઝા ચોકી આરપીએફ જવાન અને મિર્ઝા ચોકી વહીવટીતંત્રે ધ્યાન આપ્યું ન હતું. લોકો કહે છે કે કાયદો અને વ્યવસ્થાને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ફરી ન બને તે માટે વહીવટીતંત્રએ ખૂબ જ સતર્ક અને સજાગ રહેવાની જરૂર છે. લોકોનું કહેવું છે કે જો આખલો ગુસ્સે થયો હોત તો મોટી ઘટના બની શકી હોત.
Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું