CWG 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સ 2022ના આઠમા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે ભારતના ખેલાડીઓએ 6 મેડલ જીત્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ 2022ના આઠમા દિવસે બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, અંશુ મલિક, મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરને ભારત તરફથી મેડલ જીત્યા હતા. હાલમાં ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022માં પાંચમા નંબરે છે. ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.






મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર, ભારત પણ ટોપ-5માં સામેલ


ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલીમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 138 મેડલ જીત્યા છે. જેમાં 50 ગોલ્ડ મેડલ ઉપરાંત 43 સિલ્વર મેડલ અને 45 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સિવાય ઈંગ્લેન્ડ 129 મેડલ સાથે બીજા અને કેનેડા 67 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડ 41 મેડલ સાથે ચોથા નંબર પર છે. આ રીતે ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ભારત ટોપ-5 દેશોમાં સામેલ છે.






 


કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓ-


 


મીરાબાઇ ચાનૂ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શેઉલી, મહિલા લોન બોલ ટીમ, ટેબલ ટેનિસ પુરુષ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા


સિલ્વર મેડલ જીતનાર ખેલાડી


સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક


બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી


ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરન, મોહિત ગ્રેવાલ