સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, તમામ પક્ષો સત્ર રોકવા સહમત છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા કોઈ શિયાળુ સત્રના પક્ષમાં નહોતા. આ સ્થિતિમાં દેશમાં જાન્યુઆરમાં સીધું બજેટ સત્ર બોલાવાશે. જોશીએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના એક પત્રનો જવાબ આપ્યો છે. જેમાં અધીર રંજન ચૌધરીએ સત્ર બોલાવવાની માંગ કરી હતી.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,065 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 354 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 99,06,165 થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,43,709 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,39,820 છે. અત્યાર સુધીમાં 94,22,636 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
Corona Vaccine: દેશમાં રસી માટે પહેલા કરાવવું પડશે રજિસ્ટ્રેશન, જાણો કયા ફોટો આઈડીની પડશે જરૂર
ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ?